Surah Al-Hijr

સૂરહ અલ-હિજ્ર

રૂકૂઅ : ૫

આયત ૬૧ થી ૭૯

فَلَمَّا جَآءَ اٰلَ لُوْطِ اِن لْمُرْسَلُوْنَۙ (61)

(૬૧) જ્યારે મોકલેલા ફરિશ્તાઓ લૂતના પરિવાર પાસે પહોંચ્યા.


قَالَ اِنَّكُمْ قَوْمٌ مُّنْكَرُوْنَ (62)

(૬૨) તો લૂતે કહ્યું, “તમે લોકો તો અપરિચિત લાગો છો.”


قَالُوْا بَلْ جِئْنٰكَ بِمَا كَانُوْا فِیْهِ یَمْتَرُوْنَ (63)

(૬૩) તેમણે કહ્યું, “(નહી) બલ્કે અમે તમારા પાસે તે વસ્તુ લાવ્યા છે, જેમાં આ લોકો શંકા કરી રહ્યા હતા.


وَ اَتَیْنٰكَ بِالْحَقِّ وَ اِنَّا لَصٰدِقُوْنَ (64)

(૬૪) અને અમે તો તમારા પાસે (સ્પષ્ટ) સત્ય લઈને આવ્યા છીએ અને અમે છીએ પણ સંપૂર્ણ સાચા.


فَاَسْرِ بِاَهْلِكَ بِقِطْعٍ مِّنَ الَّیْلِ وَ اتَّبِعْ اَدْبَارَهُمْ وَ لَا یَلْتَفِتْ مِنْكُمْ اَحَدٌ وَّ امْضُوْا حَیْثُ تُؤْمَرُوْنَ (65)

(૬૫) હવે તમે પોતાના પરિવાર સાથે રાત્રિના કોઈ હિસ્સામાં ચાલી નીકળો, તમે પોતે તેમના પાછળ રહેજો , (અને હોંશિયાર!) તમારામાંથી કોઈ પણ પાછળ ફરીને ન જુએ અને જે તરફનો હુકમ તમને આપવામાં આવે છે તે તરફ ચાલ્યા જજો.”


وَ قَضَیْنَاۤ اِلَیْهِ ذٰلِكَ الْاَمْرَ اَنَّ دَابِرَ هٰۤؤُلَآءِ مَقْطُوْعٌ مُّصْبِحِیْنَ (66)

(૬૬) અને અમે તેમના તરફ એ વાતનો ફેંસલો કરી દીધો કે સવાર પડતા સુધીમાં તે બધાને જડમૂળમાંથી કાપી નાખવામાં આવશે.


وَ جَآءَ اَهْلُ الْمَدِیْنَةِ یَسْتَبْشِرُوْنَ (67)

(૬૭) અને શહેરના લોકો ખુશી મનાવતા આવ્યા.


قَالَ اِنَّ هٰۤؤُلَآءِ ضَیْفِیْ فَلَا تَفْضَحُوْنِۙ (68)

(૬૮) (લૂતે) કહ્યું, “આ લોકો મારા મહેમાન છે તમે મારી ફજેતી ન કરો.


وَ اتَّقُوا اللّٰهَ وَ لَا تُخْزُوْنِ (69)

(૬૯) અને અલ્લાહ (તઆલા)થી ડરો અને મને અપમાનિત ન કરો.


قَالُوْۤا اَوَ لَمْ نَنْهَكَ عَنِ الْعٰلَمِیْنَ (70)

(૭૦) તો લોકો બોલ્યા, “શું અમે તમને દુનિયાની (ઠેકેદારી) લેવાથી મનાઈ નથી કરી ચૂક્યા ?”


قَالَ هٰۤؤُلَآءِ بَنٰتِیْۤ اِنْ كُنْتُمْ فٰعِلِیْنَؕ (71)

(૭૧) (લૂતે) કહ્યું, “જો તમારે કંઈ કરવું જ હોય તો આ મારી પુત્રીઓ હાજર છે.”


لَعَمْرُكَ اِنَّهُمْ لَفِیْ سَكْرَتِهِمْ یَعْمَهُوْنَ (72)

(૭૨) તમારા પ્રાણના સોગંધ! તે લોકો તો પોતાના નશામાં ફરી રહ્યા હતા.


فَاَخَذَتْهُمُ الصَّیْحَةُ مُشْرِقِیْنَۙ (73)

(૭૩) પછી સૂરજ નીકળતા-નીકળતા તેમને એક ભયંકર ધડાકાએ પકડી લીધા.


فَجَعَلْنَا عَالِیَهَا سَافِلَهَا وَ اَمْطَرْنَا عَلَیْهِمْ حِجَارَةً مِّنْ سِجِّیْلٍؕ (74)

(૭૪) અને તેને (શહેરને) ઉપર-નીચે કરી દીધું અને તે લોકો પર કાંકરાવાળા પથ્થર વરસાવ્યા.


اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّلْمُتَوَسِّمِیْنَ (75)

(૭૫) બેશક નસીહત પ્રાપ્ત કરનારાઓના માટે તેમાં ઘણી બધી નિશાનીઓ છે.


وَ اِنَّهَا لَبِسَبِیْلٍ مُّقِیْمٍ (76)

(૭૬) અને આ વસ્તી એવા રસ્તા પર છે, જેના પર સતત અવરજવર થતી રહે છે.


اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّلْمُؤْمِنِیْنَؕ (77)

(૭૭) અને તેમાં ઈમાનવાળાઓ માટે મોટી નિશાની છે.


وَ اِنْ كَانَ اَصْحٰبُ الْاَیْكَةِ لَظٰلِمِیْنَۙ (78)

(૭૮) અને ઐકા વસ્તીના રહેવાવાળા પણ ઘણા જાલિમ હતા.


فَانْتَقَمْنَا مِنْهُمْ ۘ وَ اِنَّهُمَا لَبِاِمَامٍ مُّبِیْنٍؕ ۧ (79)

(૭૯) તેમનાથી છેવટે અમે બદલો લઈ જ લીધો, આ બંને શહેર જાહેર રસ્તા પર આવેલા છે. (ع-)