(૮૩) અને તમને ઝુલકરનૈનની ઘટના વિશે આ લોકો પૂછી રહ્યા છે,[1] (તમે) કહી દો કે, “હું તેમની થોડીક હાલત તમને પઢીને સંભળાવું છું.”[1]
(૮૪) અમે ધરતી પર તેને તાકાત આપી હતી અને તેને દરેક વસ્તુ[1] ની સાધન-સામગ્રી આપી હતી.
(૮૫) તે એક રસ્તા પાછળ લાગ્યો
(૮૬) ત્યાં સુધી કે સૂર્ય ડૂબવાની હદ સુધી પહોંચી ગયો, અને સૂર્યને એક કીચડના સ્ત્રોતમાં ડૂબતો જોયો અને તે સ્ત્રોતની જગ્યા પર એક કોમને પણ જોઈ, અમે કહી દીધું કે, “હે ઝુલકરનૈન! તું તેમને સજા આપે અથવા તેમના વિશે તું કોઈ સારો રસ્તો કાઢે.”
(૮૭) તેણે કહ્યું કે, “જે જુલમ કરશે તેને તો અમે સજા આપીશું પછી તે પોતાના રબ તરફ પાછો ફેરવવામાં આવશે, અને તે તેને સખત સજા આપશે.
(૮૮) પરંતુ જે ઈમાન લાવશે અને નેક કામો કરશે, તેના માટે બદલામાં ભલાઈ છે, અને અમે તેને પોતાના કામમાં આસાનીનો હુકમ આપીશું.”
(૮૯) પછી તે બીજા રસ્તા તરફ લાગ્યો.
(૯૦) ત્યાં સુધી કે તે જ્યારે સૂર્ય નીકળવાની જગ્યા પર પહોંચ્યો તો તેને એક એવી કોમ પરથી નીકળતા જોયો કે તેમના માટે અમે તેનાથી કોઈ પડદો અને આડ નથી બનાવી.[1]
(૯૧) ઘટના આવી જ છે, અમે તેની આસપાસના બધા સમાચારોને ઘેરી રાખ્યા છે.[1]
(૯૨) તે પછી એક બીજા રસ્તા તરફ લાગ્યો.
(૯૩) ત્યાં સુધી કે જ્યારે બે પર્વતો વચ્ચે પહોંચ્યો તો તેને તેના પાસે એક એવી કોમ મળી જે વાત સમજવાની નજીક ન હતી.
(૯૪) (તેમણે) કહ્યું, “હે ઝુલકરનૈન! યાજૂજ અને માજૂજ આ ધરતી ઉપર મોટો ફસાદ ફેલાવે છે[1] તો શું અમે તમારા માટે થોડોક માલ જમા કરી આપીએ ? (એ શરત પર કે) તમે અમારા અને તેમના વચ્ચે કોઈ દિવાલ બનાવી આપો.”
(૯૫) તેણે જવાબ આપ્યો કે, “મારા અધિકારમાં મારા રબે જે મને આપી રાખ્યુ છે તે જ બહેતર છે તમે ફક્ત પોતાની તાકાત અને શક્તિથી મારી મદદ કરો, તમારા અને તેમના વચ્ચે હું મજબૂત દિવાલ બનાવી આપુ છું.”
(૯૬) મને લોખંડની ચાદરો લાવી આપો, છેવટે જ્યારે તે બે પહાડો વચ્ચે દિવાલ તૈયાર કરી દેવામાં આવી તો હુકમ આપ્યો કે ફૂંકો (એટલે કે તેજ આગ સળગાવો) તે સમય સુધી કે આ લોખંડની ચાદરોને બિલકુલ આગ કરી દીધી, તો કહ્યું, “મારા પાસે લાવો તેના પર પીગાળેલું તાંબુ નાખી દઉ.”
(૯૭) પછી ન તો તેમનામાં તે દિવાલ પર ચઢવાની તાકાત હતી અને ન તેમાં કોઈ બાકોરું પાડી શક્તા હતા.
(૯૮) કહ્યું કે, “આ ફક્ત મારા રબની કૃપા છે પરંતુ જ્યારે મારા રબનો વાયદો આવી પહોંચશે તો તેના ટુકડે-ટુકડા કરી દેશે, બેશક મારા રબનો વાયદો સાચો છે.”
(૯૯) અને તે દિવસે અમે તેમને પરસ્પર એકબીજામાં બથ્થમબથ્થા થતા છોડી દઈશું અને રણશિંગુ (સૂર) ફૂંકી દેવામાં આવશે, પછી બધાને એક સાથે અમે ભેગા કરીશું.
(૧૦૦) અને એ દિવસે અમે જહન્નમને પણ કાફિરોના સામે લાવીશું.
(૧૦૧) જેમની આંખો મારી યાદથી પડદામા હતી અને (સત્ય વાત) સાંભળી શકતા પણ ન હતા. (ع-૧૧)