Surah Al-Ahzab

સૂરહ અલ-અહ્ઝાબ

રૂકૂ : ૭

આયત ૫૩ થી ૫૮

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَدْخُلُوْا بُیُوْتَ النَّبِیِّ اِلَّاۤ اَنْ یُّؤْذَنَ لَكُمْ اِلٰى طَعَامٍ غَیْرَ نٰظِرِیْنَ اِنٰىهُ ۙ وَ لٰكِنْ اِذَا دُعِیْتُمْ فَادْخُلُوْا فَاِذَا طَعِمْتُمْ فَانْتَشِرُوْا وَ لَا مُسْتَاْنِسِیْنَ لِحَدِیْثٍ ؕ اِنَّ ذٰلِكُمْ كَانَ یُؤْذِی النَّبِیَّ فَیَسْتَحْیٖ مِنْكُمْ {ز} وَ اللّٰهُ لَا یَسْتَحْیٖ مِنَ الْحَقِّ ؕ وَ اِذَا سَاَلْتُمُوْهُنَّ مَتَاعًا فَسْئَلُوْهُنَّ مِنْ وَّرَآءِ حِجَابٍ ؕ ذٰلِكُمْ اَطْهَرُ لِقُلُوْبِكُمْ وَ قُلُوْبِهِنَّ ؕ وَ مَا كَانَ لَكُمْ اَنْ تُؤْذُوْا رَسُوْلَ اللّٰهِ وَ لَاۤ اَنْ تَنْكِحُوْۤا اَزْوَاجَهٗ مِنْۢ بَعْدِهٖۤ اَبَدًا ؕ اِنَّ ذٰلِكُمْ كَانَ عِنْدَ اللّٰهِ عَظِیْمًا (53)

(૫૩) હે ઈમાનવાળાઓ! જ્યાં સુધી તમને પરવાનગી આપવામાં ન આવે તમે નબીના ઘરોમાં ન જાવ, ન ભોજન માટે એવા સમયમાં કે ભોજન બનવાની રાહ જોયા કરો, પરંતુ જ્યારે બોલાવવામાં આવે તો આવો અને જયારે જમી લો તો નીકળી જાઓ, ત્યાં જ વાતોમાં મશગૂલ ન થઈ જાઓ, નબીને તમારા આ કામથી તક્લીફ પહોંચે છે, પરંતુ તે તમારો આદર કરે છે અને અલ્લાહ (તઆલા) સત્યનું વર્ણન કરવામાં કોઈની પરવા કરતો નથી, અને જયારે તમે નબીની પત્નીઓ પાસે કોઈ વસ્તુ માંગો તો પડદા પાછળથી માંગો, તમારા અને તેમના દિલોના માટે સંપૂર્ણ પવિત્રતા આ જ છે, ન તમારા માટે યોગ્ય છે કે તમે અલ્લાહના રસૂલને તકલીફ આપો અને ન તમારા માટે ઉચિત છે તેમના પછી કોઈ સમયે પણ તેમની પત્નીઓ સાથે નિકાહ કરો (યાદ રાખો) અલ્લાહના નજદીક આ ખૂબ મોટો ગુનોહ છે.


اِنْ تُبْدُوْا شَیْئًا اَوْ تُخْفُوْهُ فَاِنَّ اللّٰهَ كَانَ بِكُلِّ شَیْءٍ عَلِیْمًا (54)

(૫૪) જો તમે કોઈ વસ્તુને જાહેર કરો અથવા છૂપાવી રાખો તો અલ્લાહ દરેક વસ્તુનો સારી રીતે જાણનાર છે.


لَا جُنَاحَ عَلَیْهِنَّ فِیْۤ اٰبَآئِهِنَّ وَ لَاۤ اَبْنَآئِهِنَّ وَ لَاۤ اِخْوَانِهِنَّ وَ لَاۤ اَبْنَآءِ اِخْوَانِهِنَّ وَ لَاۤ اَبْنَآءِ اَخَوٰتِهِنَّ وَ لَا نِسَآئِهِنَّ وَ لَا مَا مَلَكَتْ اَیْمَانُهُنَّ ۚ وَ اتَّقِیْنَ اللّٰهَ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلٰى كُلِّ شَیْءٍ شَهِیْدًا (55)

(૫૫) અને તે સ્ત્રીઓ પર કોઈ ગુનોહ નથી કે તે પોતાના પિતાઓ, પોતાના પુત્રો અને ભાઈઓ, પોતાના ભત્રીજાઓ, ભાણિયાઓ, અને પોતાની (મેળમીલાપની) સ્ત્રીઓ અને જેની તે માલિક છે (દાસ, દાસીઓ)ના સામે હોય, (હે સ્ત્રીઓ ! ) અલ્લાહથી ડરતી રહો, બેશક અલ્લાહ દરેક વસ્તુ પર ગવાહ છે.


اِنَّ اللّٰهَ وَ مَلٰٓئِكَتَهٗ یُصَلُّوْنَ عَلَى النَّبِیِّ ؕ یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا صَلُّوْا عَلَیْهِ وَ سَلِّمُوْا تَسْلِیْمًا (56)

(૫૬) અલ્લાહ (તઆલા) અને તેના ફરિશ્તાઓ આ નબી ઉપર 'દરૂદ' મોકલે છે, હે ઈમાનવાળાઓ ! તમે પણ તેમના ઉપર દરૂદ મોકલો અને વધારે સલામ (પણ) મોકલતા રહો.


اِنَّ الَّذِیْنَ یُؤْذُوْنَ اللّٰهَ وَ رَسُوْلَهٗ لَعَنَهُمُ اللّٰهُ فِی الدُّنْیَا وَ الْاٰخِرَةِ وَ اَعَدَّ لَهُمْ عَذَابًا مُّهِیْنًا (57)

(૫૭) જે લોકો અલ્લાહ અને તેના રસૂલને તકલીફ આપે છે તેમના ઉપર દુનિયા અને આખિરતમાં અલ્લાહની ફિટકાર છે અને તેમના માટે મોટો અપમાનિત કરવાવાળો અઝાબ છે.


وَ الَّذِیْنَ یُؤْذُوْنَ الْمُؤْمِنِیْنَ وَ الْمُؤْمِنٰتِ بِغَیْرِ مَا اكْتَسَبُوْا فَقَدِ احْتَمَلُوْا بُهْتَانًا وَّ اِثْمًا مُّبِیْنًا ۧ (58)

(૫૮) અને જે લોકો ઈમાનવાળા પુરૂષો અને ઈમાનવાળી સ્ત્રીઓને કોઈ અપરાધ વગર તકલીફ પહોંચાડે છે તેઓ આરોપ અને ખુલ્લા ગુનાહનો બોજ ઉઠાવે છે. (ع-)