(૩૧) બેશક તે લોકો નુકસાનમાં પડયા જેમણે અલ્લાહની મુલાકાતને જૂઠાડી, ત્યાં સુધી કે જયારે તે નક્કી સમય તેમના પર અચાનક આવી પડશે, ક્હેશે કે, “હાય અફસોસ! અમારી સુસ્તી પર જે આના બારામાં થઈ” અને તેમની હાલત એવી હશે કે પોતાના બોજ પોતાની પીઠો ઉપર લાદેલા હશે, ખબરદાર! તેઓ ખરાબ બોજ લાદશે.