Surah At-Tawbah

સૂરહ અત્‌ તૌબા

રૂકૂઅ : ૯

આયત ૬૭ થી ૭૨

اَلْمُنٰفِقُوْنَ وَ الْمُنٰفِقٰتُ بَعْضُهُمْ مِّنْۢ بَعْضٍ ۘ یَاْمُرُوْنَ بِالْمُنْكَرِ وَ یَنْهَوْنَ عَنِ الْمَعْرُوْفِ وَ یَقْبِضُوْنَ اَیْدِیَهُمْ ؕ نَسُوا اللّٰهَ فَنَسِیَهُمْ ؕ اِنَّ الْمُنٰفِقِیْنَ هُمُ الْفٰسِقُوْنَ (67)

(૬૭) બધા મુનાફિક પુરૂષો અને સ્ત્રીઓ પરસ્પર સમાન છે, તેઓ બૂરી વાતોનો હુકમ આપે છે અને સારી વાતોથી રોકે છે અને પોતાની મૂઠ્ઠી બંધ રાખે છે, આ લોકો અલ્લાહને ભૂલી ગયા, અલ્લાહે પણ તેમને ભુલાવી દીધા. બેશક મુનાફિકો જ ફાસિક છે.


وَعَدَ اللّٰهُ الْمُنٰفِقِیْنَ وَ الْمُنٰفِقٰتِ وَ الْكُفَّارَ نَارَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَا ؕ هِیَ حَسْبُهُمْ ۚ وَ لَعَنَهُمُ اللّٰهُ ۚ وَ لَهُمْ عَذَابٌ مُّقِیْمٌۙ (68)

(૬૮) અલ્લાહ (તઆલા) આ મુનાફિક પુરૂષો અને સ્ત્રીઓ અને કાફિરોથી જહન્નમની આગનો વાયદો કરી ચૂક્યો છે, જેમાં તેઓ હંમેશા રહેશે, તે જ તેમના માટે યોગ્ય છે, તેમના ઉપર અલ્લાહની ફિટકાર છે, અને તેમના માટે હંમેશાનો અઝાબ છે.


كَالَّذِیْنَ مِنْ قَبْلِكُمْ كَانُوْۤا اَشَدَّ مِنْكُمْ قُوَّةً وَّ اَكْثَرَ اَمْوَالًا وَّ اَوْلَادًا ؕ فَاسْتَمْتَعُوْا بِخَلَاقِهِمْ فَاسْتَمْتَعْتُمْ بِخَلَاقِكُمْ كَمَا اسْتَمْتَعَ الَّذِیْنَ مِنْ قَبْلِكُمْ بِخَلَاقِهِمْ وَ خُضْتُمْ كَالَّذِیْ خَاضُوْا ؕ اُولٰٓئِكَ حَبِطَتْ اَعْمَالُهُمْ فِی الدُّنْیَا وَ الْاٰخِرَةِ ۚ وَ اُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ (69)

(૬૯) તમારાથી પહેલાના લોકોની જેમ જે તમારાથી બહાદુર અને માલ-દોલત તથા સંતાનમાં વધારે હતા, તો તેઓ પોતાનો ધાર્મિક ભાગ વરતી ગયા, પછી તમે પણ પોતાનો ભાગ વરતી લીધો, જેવી રીતે તમારાથી પહેલાના લોકો પોતાના હિસ્સાથી ફાયદામંદ થયા હતા, અને તમે પણ એવી જ રીતે મજાકવાળી વાત કરી જેવી રીતે તેમણે કરી હતી, તેમના કર્મો દુનિયા અને આખિરતમાં બરબાદ થઈ ગયા અને તેઓ જ નુકસાનમાં છે.


اَلَمْ یَاْتِهِمْ نَبَاُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ قَوْمِ نُوْحٍ وَّ عَادٍ وَّ ثَمُوْدَ ۙ٥ وَ قَوْمِ اِبْرٰهِیْمَ وَ اَصْحٰبِ مَدْیَنَ وَ الْمُؤْتَفِكٰتِ ؕ اَتَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ ۚ فَمَا كَانَ اللّٰهُ لِیَظْلِمَهُمْ وَ لٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ (70)

(૭૦) શું આ લોકો સુધી તેમનાથી પહેલાના લોકોની ખબર નથી પહોંચી ? નૂહ અને આદ અને સમૂદની કોમ અને ઈબ્રાહીમની કોમ અને મદયનમાં રહેવાવાળા, અને ઉલટાવી દેવામાં આવેલી વસ્તીના લોકોની, તેમના પાસે રસૂલો નિશાનીઓ લઈને પહોંચ્યા, તો અલ્લાહ (તઆલા) એવો ન હતો કે તેમના ઉપર જુલમ કરે, બલ્કે તેઓએ પોતે જ પોતાના ઉપર જુલમ કર્યો.


وَ الْمُؤْمِنُوْنَ وَ الْمُؤْمِنٰتُ بَعْضُهُمْ اَوْلِیَآءُ بَعْضٍ ۘ یَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَ یَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَ یُقِیْمُوْنَ الصَّلٰوةَ وَ یُؤْتُوْنَ الزَّكٰوةَ وَ یُطِیْعُوْنَ اللّٰهَ وَ رَسُوْلَهٗ ؕ اُولٰٓئِكَ سَیَرْحَمُهُمُ اللّٰهُ ؕ اِنَّ اللّٰهَ عَزِیْزٌ حَكِیْمٌ (71)

(૭૧) મોમિન પુરૂષો અને સ્ત્રીઓ એકબીજાના (મદદગાર અને) દોસ્ત છે તેઓ ભલાઈનો હુકમ આપે છે અને બૂરાઈથી રોકે છે, નમાઝ પાબંદીથી પઢે છે, ઝકાત આપે છે, અલ્લાહ અને તેના રસૂલની વાત માને છે, આ જ તે લોકો છે જેમના ઉપર અલ્લાહ (તઆલા) જલદી કૃપા કરશે, બેશક અલ્લાહ તઆલા વર્ચસ્વ ધરાવનાર અને હિકમતવાળો છે.


وَعَدَ اللّٰهُ الْمُؤْمِنِیْنَ وَ الْمُؤْمِنٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا وَ مَسٰكِنَ طَیِّبَةً فِیْ جَنّٰتِ عَدْنٍ ؕ وَ رِضْوَانٌ مِّنَ اللّٰهِ اَكْبَرُ ؕ ذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُ ۧ (72)

(૭૨) આ મોમિન પુરૂષો અને સ્ત્રીઓ સાથે અલ્લાહ (તઆલા)એ તે જન્નતોનો વાયદો કર્યો છે જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે, અને તે પવિત્ર ઘરનો જે ખતમ ન થનારી જન્નતમાં છે, અને સૌથી વધીને અલ્લાહની પ્રસન્નતા છે, આ ઘણી મહાન સફળતા છે. (ع-)