(૧૦૧) તે આકાશો અને ધરતીને પેદા કરવાવાળો છે તેને સંતાન કેવી રીતે હોઈ શકે છે? જયારે કે તેની પત્ની જ નથી, તે દરેક વસ્તુને બનાવનાર [40] અને જાણનાર છે.
(૧૦૨) તે જ અલ્લાહ તમારો રબ છે, તેના સિવાય કોઈ બંદગીને લાયક નથી, દરેક વસ્તુને બનાવવાવાળો છે, એટલા માટે તેની જ બંદગી કરો અને તે દરેક વસ્તુનો નિરીક્ષક છે.
(૧૦૩) આંખો તેને જોઈ નથી શકતી અને તે બધી નજરોને જુએ છે અને તે બારીકાઈથી જોવાવાળો બાખબર છે.
(૧૦૪) તમારા રબ તરફથી તમારા પાસે દલીલ આવી ગઈ છે, તો જે જોશે તે પોતાના ભલા માટે (જોશે), અને જે આંધળો બની જશે તે પોતાનું બૂરું કરશે અને હું તમારો નિરીક્ષક નથી.
(૧૦૫) આ રીતે અમે આયતોને (પવિત્ર કુરઆનની) ફેરવી ફેરવીને વર્ણન કરીએ છીએ જેથી તેઓ કહે કે, “તમે પઢેલા છો" અને જેથી તે લોકો માટે જે જ્ઞાન ધરાવે છે તેમના ઉપર અમે હકીકતને સ્પષ્ટ કરી દઈએ.
(૧૦૬) તમે પોતાના રબના હુકમો (વહી)નું પાલન કરો કે અલ્લાહ સિવાય કોઈ મા’બૂદ નથી અને મુશરિકોથી વિમુખ થઈ જાઓ.
(૧૦૭) અને જો અલ્લાહ ઈરછત તો તેઓ શિર્ક ન કરતા [41] અને અમે તમને આ લોકોના નિરીક્ષક નથી બનાવ્યા, અને ન તમે તેમના માટે જવાબદાર છો. [42]
(૧૦૮) અને જેઓ અલ્લાહના સિવાય બીજાઓને પોકારે છે તેમને અપશબ્દો ન કહો નહિ તો દુશ્મન બનીને અજાણતા તેઓ અલ્લાહને અપશબ્દો કહેવા લાગશે,[43] આ રીતે અમે દરેક ઉમ્મતના માટે તેમના કર્મોને આકર્ષક બનાવી દીધા છે, પછી તેમને તેમના રબ તરફ જ પાછા કરવાનું છે એટલા માટે તે તેમને તેનાથી બાખબર કરશે જે તેઓ કરતા રહ્યા.
(૧૦૯) અને તેઓએ ભારપૂર્વક અલ્લાહની કસમ ખાધી કે તેમની પાસે કોઈ નિશાની આવી[44] તો બેશક માની લેશે, તમે કહી દો કે, “નિશાનીઓ અલ્લાહ પાસે છે" અને તમને શું ખબર કે તે (નિશાનીઓ) આવી જાય તો પણ તેઓ નહિ માને.
(૧૧૦) અને અમે તેમના દિલો અને આંખોને ફેરવી દઈશું જેવી રીતે તેમણે પહેલા આના ઉપર યકીન નહોતું કર્યું, અમે તેમને તેમની સરકશી (ના અંધકાર) માં ભટકતા રહેવા દઈશું. (ع-૧૩)