Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૬૪) તમે કહી દો કે અય કિતાબવાળાઓ ! એવી ન્યાયવાળી વાત તરફ આવો જે અમારા અને તમારામાં સમાન છે કે આપણે અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈની બંદગી ન કરીએ, અને ન તેના સાથે કોઈને ભાગીદાર ઠેરવીએ, ન અલ્લાહ (તઆલા)ને છોડીને પરસ્પર એકબીજાનો રબ બનાવી લઈએ, જો તેઓ મોઢું ફેરવી લે તો કહી દો કે ગવાહ રહેજો કે અમે તો મુસલમાન છીએ.[34]
(૬૫) અય કિતાબવાળાઓ! તમે ઈબ્રાહીમના વિષે કેમ ઝઘડો છો? જ્યારે કે તૌરાત અને ઈન્જીલ તો તેમના પછી ઉતારવામાં આવી, શું તમે પછી પણ નથી સમજતા? [35]
(૬૬) સાંભળો! તમે લોકો તેમાં ઝઘડી ચૂક્યા જેનું તમને ઈલ્મ હતું, હવે આમાં તમે કેમ ઝઘડો છો જેનું તમને ઈલ્મ જ નથી? અને અલ્લાહ (તઆલા) જાણે છે તમે તથી જાણતા.
(૬૭) ઈબ્રાહીમ ન તો યહુદી હતા ન તો ઈસાઈ, પરંતુ તે પૂરી રીતે ફક્ત મુસલમાન હતા,[36] તે મૂર્તિપૂજક પણ ન હતા
(૬૮) બધા લોકોમાંથી વધારે ઈબ્રાહીમની નજીદીક તે લોકો છે જેમણે તેમનું કહેવાનું માન્યું અને આ નબી અને જે લોકો ઈમાન લાવ્યા, ઈમાનવાળાઓનો સંરક્ષક અને મદદગાર અલ્લાહ છે.
(૬૯) કિતાબવાળાઓનું એક જૂથ ઈચ્છે છે કે તમને ભટકાવી દે, હકીકતમાં તેઓ પોતે પોતાની જાતને ભટકાવી રહ્યા છે, અને સમજતા નથી.[37]
(૭૦) અય કિતાબવાળાઓ! તમે પોતે ગવાહ હોવા છતાં પણ અલ્લાહની આયતોને કેમ નથી માનતા.
(૭૧) અય કિતાબવાળાઓ! જાણવા છતાં પણ સત્ય અને અસત્યને કેમ ભેળવી દો છો, અને સચ્ચાઈને કેમ છુપાવી રહ્યા છો?