(૨૭) અને બેશક અમે તમારા નજીકના વિસ્તારોમાંથી ઘણી વસ્તીઓ નષ્ટ કરી દીધી,[1] અને (કેટલાય પ્રકારની) અમે નિશાનીઓ વર્ણન કરી દીધી જેથી તેઓ પાછા ફરે.
(૨૮) તો અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે તેમણે જેને જેને દેવતા બનાવી રાખ્યા હતા તેમણે તેમની મદદ કેમ ન કરી ? બલ્કે તેઓ તો તેમનાથી ખોવાઈ ગયા, (પરંતુ હકીકતમાં) આ તેમનું ફક્ત જૂઠ અને (સંપૂર્ણ) આરોપ હતો.
(૨૯) અને યાદ કરો, જ્યારે અમે જિન્નાતોના એક જૂથને તમારા તરફ ફેરવી દીધું કે તેઓ કુરઆન સાંભળે, તો જ્યારે તેઓ નબી પાસે પહોંચી ગયા તો (એકબીજાને) કહેવા લાગ્યા કેચૂપ થઈ જાઓ,[1] પછી જ્યારે પાઠ પૂરો થઈ ગયો તો પોતાની કોમને સાવધાન કરવા માટે પાછા ફર્યા.
(૩૦) કહેવા લાગ્યા, હે અમારી કોમના લોકો! અમે નિશ્ચિતરૂપે તે કિતાબ સાંભળી છે, જે મૂસા (અ.સ.) પછી ઉતારવામાં આવી છે, જે પોતાના પહેલાની કિતાબોનું સમર્થન કરનારી છે, જે સાચા ધર્મ અને સીધા માર્ગ તરફ માર્ગદર્શન કરે છે.
(૩૧) હે અમારી કોમના લોકો ! અલ્લાહ તરફ આમંત્રણ આપનારનું કહ્યું માનો, તેના પર ઈમાન લાવો,[1] તો (અલ્લાહ) તમારા કેટલાક ગુનાહ માફ કરી દેશે અને તમને પીડાકારી સજાથી પનાહ આપશે.[2]
(૩૨) અને જે વ્યક્તિ અલ્લાહ તરફ બોલાવનારનું કહ્યું નહિં માને તો તે ધરતી પર ક્યાંય (ભાગીને અલ્લાહને) વિવશ નથી કરી શક્તો, અને ન અલ્લાહ સિવાય તેની કોઈ મદદ કરવાવાળો હશે, આ લોકો સ્પષ્ટ ગુમરાહીમાં છે.
(૩૩) શું તેઓ નથી જોતા કે જે અલ્લાહે આકાશો અને ધરતીને પેદા કર્યા અને તેમને પેદા કરવાથી તે ન થાક્યો, તે બેશક મડદાઓને જીવતા કરવાની શક્તિ ધરાવે છે ? કેમ નહિં, બેશક તે દરેક વસ્તુ પર સામર્થ્ય (કુદરત) ધરાવે છે.
(૩૪) અને તે લોકો જેમણે કુફ્ર કર્યુ, જે દિવસે જહન્નમના સામે લાવવામાં આવશે (અને તેમને પૂછવામાં આવશે) કે, “આ સત્ય નથી?” તો જવાબ આપશે, “હાં, કેમ નહિં, સોગંદ છે અમારા રબના (સાચું છે)” અલ્લાહ (તઆલા) ફરમાવશે કે, “હવે પોતાના કુફ્રના બદલામાં અઝાબની મજા ચાખો.”
(૩૫) તો (હે પયગંબર!) તમે એવો સબ્ર કરો જેવો સબ્ર સાહસી રસૂલોએ કર્યો, અને આ લોકો માટે (અઝાબ માંગવામાં) જલ્દી ન કરો,[1] આ લોકો જે દિવસે તે અઝાબને જોશે જેનો વાયદો કરવામાં આવે છે તો (એવો અહેસાસ થવા લાગશે કે) દિવસની એક ક્ષણ જ (દુનિયામાં) રોકાયા હતા,[2] આ છે સંદેશ પહોંચાડી દેવો, દુરાચારીઓ (બદકારો)ના સિવાય કોઈ બરબાદ કરવામાં નહિ આવે. (ع-૪)