(૧૫) અને આ લોકો ફક્ત એક જોરદાર ધડાકાની રાહ જોઈ રહ્યા છે, જેમાં કોઈ રૂકાવટ (અને ઢીલ) નથી.[1]
(૧૬) (તેમણે) કહ્યું કે, “હે મારા રબ ! અમારો હિસ્સો તું અમને હિસાબના દિવસ પહેલા જ આપી દે.[1]
(૧૭) તમે આ લોકોની વાતો પર સબ્ર કરો અને અમારા બંદા દાઊદને યાદ કરો જે મોટો શક્તિશાળી હતો, બેશક તે ખૂબ પાછો ફરનાર હતો.
(૧૮) અમે પર્વતોને તેના અધીન કરી દીધા હતા કે તેના સાથે સવાર-સાંજ તસ્બીહ કરે.
(૧૯) અને (ઉડતા) પક્ષીઓ પણ ભેગા થઈ તમામ તેના આધીન રહેતા.[1]
(૨૦) અને અમે તેના રાજ્યને મજબૂત કરી દીધુ હતું, અને તેને હિકમત પ્રદાન કરી હતી અને વાતનો ફેંસલો (સમજાવી દીધો હતો) કરવાની ક્ષમતા આપી હતી.
(૨૧) અને શું તમને ઝઘડો કરનારાઓની કોઈ ખબર મળી જ્યારે કે તેઓ દિવાલ ઓળંગીને મહેરાબમાં (બંદગી કરવાની જગ્યા પર) આવી ગયા? [1]
(૨૨) જ્યારે આ લોકો દાઊદ પાસે પહોંચ્યા તો આ લોકોને જોઈને ડરી ગયા (તેમણે) કહ્યું કે, “ડરો નહિં, અમારો અંદરનો ઝઘડો છે, અમારામાંથી એકે બીજા પર અતિરેક કર્યો છે, તો તમે અમારા વચ્ચે ન્યાયપૂર્વક ફેંસલો કરી આપો અને અન્યાય ન કરજો અને અમને સીધો માર્ગ બતાવી દો.
(૨૩) (સાંભળો!) આ મારો ભાઈ છે[1] આના પાસે નવ્વાણું મૅઢીઓ છે અને મારા પાસે એક જ છે, પરંતુ આ મને કહી રહ્યો છે કે પોતાની આ એક મેંઢી પણ મને આપી દે અને મારા સાથે વાતમાં ઘણો સખત મામલો કરે છે.
(૨૪) (દાઊદે) કહ્યું, “તેની પોતાની મેંઢીઓ સાથે તારી એક મેંઢી સામેલ કરવાની માંગણી ખરેખર તારા ઉપર એક જુલમ છે, અને મોટાભાગના ભાગીદારો અને સાથીદારો (એવા જ હોય છે કે) એકબીજા પર જુલમ અને અન્યાય કરે છે, એમના સિવાય જેઓ ઈમાન લાવ્યા અને જેમણે નેક કામ કર્યા અને આવા લોકો ઘણાં ઓછા છે,[1] અને દાઊદ (અ.સ.) જાણી ગયો કે અમે તેની અજમાયશ કરી છે, પછી તો પોતાના રબથી તૌબા કરવા લાગ્યો અને આજીજી સાથે ઝૂકી પડ્યો,[2] અને (પૂરી રીતે) રુજુ કરી લીધું. {સિજદો-૧૧}
(૨૫) તો અમે પણ તેની આ (બૂરાઈ) માફ કરી દીધી, બેશક અમારા પાસે તેના માટે ખૂબ ઊચું સ્થાન અને સૌથી શ્રેષ્ઠ ઠેકાણું છે.
(૨૬) હે દાઊદ! અમે તને ધરતીમાં ખલીફા (નાયબ) બનાવી દીધો તેથી તું લોકો વચ્ચે ન્યાયપૂર્વક ફેંસલો કર અને પોતાના મનની ઈચ્છાઓનું અનુસરણ ન કર, નહીંતર તે તને અલ્લાહના માર્ગથી હટાવી દેશે. બેશક જે લોકો અલ્લાહના માર્ગથી ભટકી જાય છે તેમના માટે સખત સજા છે, કેમકે તેઓએ હિસાબના દિવસને ભૂલાવી દીધો છે. (ع-૨)