Surah Ibrahim

સૂરહ ઈબ્રાહીમ

રૂકૂઅ : ૫

આયત ૨૮ થી ૩૪

اَلَمْ تَرَ اِلَى الَّذِیْنَ بَدَّلُوْا نِعْمَتَ اللّٰهِ كُفْرًا وَّ اَحَلُّوْا قَوْمَهُمْ دَارَ الْبَوَارِۙ (28)

(૨૮) શું તમે તેમના તરફ નજર નથી નાખી, જેમણે અલ્લાહની ને'મતના બદલામાં નાશુક્રી જાહેર કરી અને પોતાની કોમને બરબાદીના ઘરમાં લાવી ઉતાર્યા.


جَهَنَّمَ ۚ یَصْلَوْنَهَا ؕ وَ بِئْسَ الْقَرَارُ (29)

(૨૯) એટલે કે જહન્નમમાં , જેમાં આ બધા જશે, જે સૌથી ખરાબ ઠેકાણું છે.


وَ جَعَلُوْا لِلّٰهِ اَنْدَادًا لِّیُضِلُّوْا عَنْ سَبِیْلِهٖ ؕ قُلْ تَمَتَّعُوْا فَاِنَّ مَصِیْرَكُمْ اِلَى النَّارِ (30)

(૩૦) અને તેમણે અલ્લાહના સમકક્ષ બનાવી લીધા કે જેથી લોકોને અલ્લાહના માર્ગથી ભટકાવે, (તમે) કહી દો કે, “ઠીક છે, મજા ઉડાવી લો, તમારું ઠેકાણું તો છેવટે જહન્નમમાં જ છે.”


قُلْ لِّعِبَادِیَ الَّذِیْنَ اٰمَنُوْا یُقِیْمُوا الصَّلٰوةَ وَ یُنْفِقُوْا مِمَّا رَزَقْنٰهُمْ سِرًّا وَّ عَلَانِیَةً مِّنْ قَبْلِ اَنْ یَّاْتِیَ یَوْمٌ لَّا بَیْعٌ فِیْهِ وَ لَا خِلٰلٌ (31)

(૩૧) મારા ઈમાનવાળા બંદાઓને કહી દો કે, “નમાઝ કાયમ કરે અને જે કંઈ અમે તેમને આપી રાખ્યુ છે તેમાંથી છૂપાવીને અને જાહેરમાં ખર્ચ કરતા રહે, એના પહેલા કે તે દિવસ આવી જાય જેમાં ન કોઈ ખરીદ-વેચાણ થશે ન દોસ્તી અને પ્રેમ.”


اَللّٰهُ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ وَ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخْرَجَ بِهٖ مِنَ الثَّمَرٰتِ رِزْقًا لَّكُمْ ۚ وَ سَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِیَ فِی الْبَحْرِ بِاَمْرِهٖ ۚ وَ سَخَّرَ لَكُمُ الْاَنْهٰرَۚ (32)

(૩૨) અલ્લાહ તે જ છે જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા છે અને આકાશમાંથી વર્ષા કરીને તેના વડે તમારી રોજી માટે ફળો પેદા કરે છે અને નૌકાઓને તમારા કાબૂમાં કરી દીધી છે કે સમુદ્રમાં તેના હુકમથી ચાલે, તેણે નદીઓ અને નહેરોને તમારા કાબૂમાં કરી દીધી છે.


وَ سَخَّرَ لَكُمُ الشَّمْسَ وَ الْقَمَرَ دَآئِبَیْنِ ۚ وَ سَخَّرَ لَكُمُ الَّیْلَ وَ النَّهَارَۚ (33)

(૩૩) તેણે તમારા માટે સૂર્ય અને ચંદ્રને તાબે કરી દીધા છે કે બરાબર ચાલી રહ્યા છે, અને રાત-દિવસને પણ તમારા કામોમાં લગાવી રાખ્યા છે.


وَ اٰتٰىكُمْ مِّنْ كُلِّ مَا سَاَلْتُمُوْهُ ؕ وَ اِنْ تَعُدُّوْا نِعْمَتَ اللّٰهِ لَا تُحْصُوْهَا ؕ اِنَّ الْاِنْسَانَ لَظَلُوْمٌ كَفَّارٌ ۧ (34)

(૩૪) અને તેણે તમને તમારી માંગણી મુજબની બધી વસ્તુઓમાંથી આપી રાખ્યુ છે, જો તમે અલ્લાહની ને'મતોને ગણવા ચાહો તો તેને પૂરી ગણી પણ નથી શકતા, બેશક મનુષ્ય મોટો જાલિમ અને નાશુક્રો (અપકારી) છે. (ع-)