Surah Al-Kahf

સૂરહ અલ-કહ્ફ

રૂકૂઅ : ૮

આયત ૫૪ થી ૫૯

وَ لَقَدْ صَرَّفْنَا فِیْ هٰذَا الْقُرْاٰنِ لِلنَّاسِ مِنْ كُلِّ مَثَلٍ ؕ وَ كَانَ الْاِنْسَانُ اَكْثَرَ شَیْءٍ جَدَلًا (54)

(૫૪) અને અમે આ કુરઆનમાં દરેક પ્રકારના તમામ ઉદાહરણો લોકોના માટે વર્ણન કરી દીધા છે, પરંતુ મનુષ્ય ઘણો જ ઝઘડાખોર પુરવાર થયો છે.


وَ مَا مَنَعَ النَّاسَ اَنْ یُّؤْمِنُوْۤا اِذْ جَآءَهُمُ الْهُدٰى وَ یَسْتَغْفِرُوْا رَبَّهُمْ اِلَّاۤ اَنْ تَاْتِیَهُمْ سُنَّةُ الْاَوَّلِیْنَ اَوْ یَاْتِیَهُمُ الْعَذَابُ قُبُلًا (55)

(૫૫) અને લોકો પાસે હિદાયત આવી ગયા પછી તેમને ઈમાન લાવવા અને પોતાના રબથી તૌબા કરવાથી ફક્ત એ વાતે રોક્યા કે પૂર્વજો જેવો મામલો તેમના સાથે પણ થાય અથવા તેમના સામે ખુલ્લો અઝાબ આવી જાય.


وَ مَا نُرْسِلُ الْمُرْسَلِیْنَ اِلَّا مُبَشِّرِیْنَ وَ مُنْذِرِیْنَ ۚ وَ یُجَادِلُ الَّذِیْنَ كَفَرُوْا بِالْبَاطِلِ لِیُدْحِضُوْا بِهِ الْحَقَّ وَ اتَّخَذُوْۤا اٰیٰتِیْ وَ مَاۤ اُنْذِرُوْا هُزُوًا (56)

(૫૬) અને અમે તો અમારા રસૂલોને ફક્ત એટલા માટે મોકલીએ છીએ કે તેઓ ખુશખબર સંભળાવી દે અને સચેત કરી દે, પરંતુ કાફિર લોકો અસત્યને દલીલ બનાવી ઝઘડો ઈચ્છે છે કે આનાથી સત્યને ડગમગાવી દે, તેમણે મારી આયતો અને જે વસ્તુથી ડરાવવામાં આવ્યા તેનો મજાક ઉડાવ્યો છે.


وَ مَنْ اَظْلَمُ مِمَّنْ ذُكِّرَ بِاٰیٰتِ رَبِّهٖ فَاَعْرَضَ عَنْهَا وَ نَسِیَ مَا قَدَّمَتْ یَدٰهُ ؕ اِنَّا جَعَلْنَا عَلٰى قُلُوْبِهِمْ اَكِنَّةً اَنْ یَّفْقَهُوْهُ وَ فِیْۤ اٰذَانِهِمْ وَقْرًا ؕ وَ اِنْ تَدْعُهُمْ اِلَى الْهُدٰى فَلَنْ یَّهْتَدُوْۤا اِذًا اَبَدًا (57)

(૫૭) અને તેનાથી વધીને જાલિમ કોણ છે જેને તેના રબની આયતો વડે ઉપદેશ આપવામાં આવે તે પછી પણ મોઢું ફેરવીને રહે, અને જે કંઈ તેના હાથોએ આગળ મોકલી રાખ્યુ છે તેને ભૂલી જાય ? બેશક અમે તેમના દિલો પર તેમની સમજના પડદા નાખી રાખ્યા છે અને તેમના કાનોમાં બોજ છે, જો કે તમે તેમને હિદાયત તરફ બોલાવતા રહો, પરંતુ તેઓ કદાપિ હિદાયત પામશે નહિ.



وَ رَبُّكَ الْغَفُوْرُ ذُو الرَّحْمَةِ ؕ لَوْ یُؤَاخِذُهُمْ بِمَا كَسَبُوْا لَعَجَّلَ لَهُمُ الْعَذَابَ ؕ بَلْ لَّهُمْ مَّوْعِدٌ لَّنْ یَّجِدُوْا مِنْ دُوْنِهٖ مَوْئِلًا (58)

(૫૮) તમારો રબ મોટો માફ કરનાર અને દયાળુ છે, જો તે તેમના કરતૂતોની સજામાં પકડે તો બેશક તેમને જલ્દી સજા કરે, પરંતુ તેમના માટે વાયદાનો એક સમય નિશ્ચિત છે જેનાથી તેઓ ભાગી નીકળવાનો કોઈ માર્ગ પામશે નહિ.


وَ تِلْكَ الْقُرٰۤى اَهْلَكْنٰهُمْ لَمَّا ظَلَمُوْا وَ جَعَلْنَا لِمَهْلِكِهِمْ مَّوْعِدًا ۧ (59)

(૫૯) અને આ છે તે વસ્તીઓ જેને અમે તેમના જુલમના કારણે બરબાદ કરી દીધી અને તેમની બરબાદીનો એક સમય અમે નિશ્ચિત કરી રાખ્યો હતો. (ع-)