(૧૧) કોઈ મુસીબત અલ્લાહની મરજી (હુકમ) સિવાય પહોંચી શકતી નથી, અને જે વ્યક્તિ અલ્લાહ પર ઈમાન લાવે, અલ્લાહ તેના દિલને સાચો માર્ગ બતાવે છે[1] અને અલ્લાહ દરેક વસ્તુને સારી રીતે જાણવાવાળો છે.
(૧૨) (લોકો!) અલ્લાહના હુકમનું પાલન કરો અને રસૂલના હુકમનું પાલન કરો. પછી જો તમે વિમુખ (મોઢું ફેરવનાર) થયા તો રસૂલની જવાબદારી તો સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાની છે.
(૧૩) અલ્લાહના સિવાય કોઈ સાચો બંદગી ને લાયક નથી અને ઈમાનવાળાઓએ તો ફક્ત અલ્લાહ પર જ ભરોસો રાખવો જોઈએ.[1]
(૧૪) હે ઈમાનવાળાઓ ! તમારી કેટલીક પત્નીઓ અને કેટલીક સંતાનો તમારા દુશ્મન છે,[1] તો તેમનાથી સાવચેત રહેજો અને જો તમે માફ કરી દો અને છોડી દો અને ક્ષમા કરી દો તો અલ્લાહ (તઆલા) અત્યંત ક્ષમાશીલ અને દયાળુ છે.[2]
(૧૫) તમારો માલ અને તમારી સંતાન (તો બિલકુલ) તમારી પરીક્ષા છે[1] અને ખુબ જ મોટો બદલો અલ્લાહના પાસે છે.
(૧૬) તો જ્યાં સુધી તમારાથી શક્ય હોય અલ્લાહથી ડરતા રહો અને સાંભળો તથા આજ્ઞાપાલન કરતા રહો અને (અલ્લાહના માર્ગમાં) દાન કરતા રહો જે તમારા માટે બહેતર છે, અને જે લોકોને પોતાના મન (નફ્સ)ની લાલચથી સુરક્ષિત રાખવામાં આવ્યા, તેઓ જ સફળતા પામનાર છે.
(૧૭) જો તમે અલ્લાહને સારું કરજ આપશો (એટલે કે તેના માર્ગમાં ખર્ચ કરશો) તો તે તેને તમારા માટે વધારતો જશે અને તમારા ગુનાહ પણ માફ કરી દેશે અને અલ્લાહ મોટો કદરદાન અને સહનશીલ છે.
(૧૮) તે જ પરોક્ષ અને પ્રત્યક્ષનો જાણવાવાળો, પ્રભુત્વશાળી હિકમતવાળો છે. (ع-૨)