(૯૭) (અય નબી!) તમે કહી દો કે જે જિબ્રઇલનો દુશ્મન હોય, કે જેણે તમારા દિલ પર અલ્લાહનો આદેશ (પૈગામ) ઉતાર્યો છે, જે પૈગામ તેમ ના પાસે ની કિતાબની પુષ્ટી કરવાવાળો અને ઇમાનવાળાઓને માર્ગદર્શન અને ખુશખબર આપવાવાળો છે. (તો અલ્લાહ પણ તેમનો દુશ્મન છે.)
(૧૦૧) અને જ્યારે પણ તેમના પાસે અલ્લાહના કોઈ રસૂલ તેમની કિતાબની પુષ્ટી કરવા આવ્યા, તો તે કિતાબવાળાઓના એક જૂથે અલ્લાહની કિતાબને એવી રીતે પાછળ નાખી દીધી જાણે કે તેઓ જાણતા જ નથી.
(૧૦૨) અને તેની પાછળ લાગી ગયા, જેને શૈતાન (હજરત) સુલેમાનના મુલ્કમાં(દેશ) પઢતા હતા. સુલેમાને તો કુફ્ર કર્યું ન હતું પરંતુ આ કુફ્ર શૈતાનોનું હતું, તે લોકોને જાદુ શિખવતા હતા, અને બાબિલમાં હારૂત અને મારૂત બે ફરિશ્તાઓ પર જે ઉતારવામાં આવ્યું હતું,તે બંને પણ કોઈ વ્યક્તિને ત્યાં સુધી ન શીખવતા જ્યાં સુધી તેઓ એવું ન કહે કે અમે તો એક પરીક્ષા (કસોટી) છીએ, તું કુફ્ર ન કર, પછી લોકો તેમનાથી તે શીખતા જેનાથી પતિ પત્ની માં ફૂટ (જુદાઈ) નાખી દે. હકીકતમાં તેઓ અલ્લાહની મરજી વગર કોઈને કોઈ નુકશાન નથી પહોંચાડી શક્તા.આ લોકો તે શીખે છે જે ન તો નુકશાન પહોંચાડે અને ન ફાયદો પહોંચાડી શકે, અને તેઓ સારી રીતે જાણે છે કે તેને લેવાવાળાનો આખિરતમાં કોઈ હિસ્સો નથી. અને તે ઘણીજ ખરાબ વસ્તુ છે જેના બદલામાં તેઓ પોતાને વેચી રહ્યા છે, જો તેઓ જાણતા હોત.