Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૮૯) લોકો તમારાથી નવા ચાંદતા વિષે સવાલ કરે છે, તમે કહી દો કે આ લોકો (ની બંદગી)ના સમય અને હજના મોસમ માટે છે. અને (અહેરામની હાલતમાં) ઘરોના પાછળથી તમારૂં આવવું કોઈ નેક કામ નથી, પરંતુ નેક કામ તે છે જે અલ્લાહથી ડરતો હોય. ઘરોમાં તેમના દરવાજાથી પ્રવેશ કરો,[82] અને અલ્લાહથી ડરતા રહો જેથી તમે કામયાબ થઈ જાઓ.
(૧૯૦) અને લડો અલ્લાહના માર્ગમાં તેમનાથી જેઓતમારાથી લડે છે અને જુલમ ન કરો,[83] અલ્લાહ (તઆલા) જાલિમોને પસંદ નથી કરતો.
(૧૯૧) અને તેઓને મારો જયાં પણ જુઓ અને તેઓને કાઢી મૂકો જયાંથી તમને કાઢી મૂક્યા હતા. (સાંભળો!) ફિતનો (લડાઈ-ઝઘડો, ફસાદ) કતલથી વધારે ખરાબ છે.[84] અને મસ્જિદે હરામની પાસે તેમનાથી લડાઈ ન કરો, જયાં સુધી કે તેઓ પોતે તમારાથી ન લડે, જો તેઓ તમારાથી લડે, તો તમે પણ તેમને મારો,[85] કાફિરોનો આ જ બદલો છે.
(૧૯૨) જો તેઓ રોકાઈ જાય, તો અલ્લાહ (તઆલા) ઘણો માફ કરનાર મહેરબાન છે.
(૧૯૩) અને તેમનાથી લડો, ત્યાં સુધી કે ફિત્નો ન રહે અને અલ્લાહનો ધર્મ રહી જાય, જો તેઓ રોકાઈ જાય (તો તમે પણ રોકાઈ જાઓ) જુલમ તો ફક્ત જાલિમો પર છે.
(૧૯૪) હુરમતવાળા મહિનાને બદલે હુરમતવાળા મહીના છે અને હુરમતો અદલા-બદલાની છે, જે તમારા પર જુલમ કરે તમે પણ તેના પર તેના જેવું જ જુલમ કરો જેવું તમારા પર કર્યું છે અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ (તઆલા) પરહેઝગારોના સાથે છે.
(૧૯૫) અને અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો અને પોતાના હાથે તકલીફમાં ન પડો, ભલાઈ કરો અલ્લાહ ભલાઈ કરનારાઓને પસંદ કરે છે .
(૧૯૬) અને હજ તથા ઉમરાહને અલ્લાહ તઆલાના માટે પૂરા કરો,[86] અને જો તમને રોકી દેવામાં આવે, તો જે પણ કુરબાનીનું જાનવર હોય તેની કુરબાની કરી નાખો.[87] અને પોતાના માથા ન મૂંડાવો જ્યાં સુધી કે કુરબાની કુરબાનગાહ સુધી ન પહોંચી જાય. અને તમારામાંથી જે બીમાર હોય અથવા તેના માથામાં કોઈ દર્દ હોય જેના કારણે તે માથું મૂંડાવી લે તો તેના પર ફિદિયો છે કે ઈચ્છે તો રોઝો રાખી લે, અથવા ઈચ્છે તો સદકો આપે અથવા કુરબાની કરે[88] પરંતુ જેવી શાંતિની સ્થિતિ થઈ જાય, તો જે ઉમરાહથી લઈ હજ સુધી તમત્તો (ફાયદો) કરે, બસ તે જે પણ કુરબાની હાજર હોય તેને કરી નાખે. જેનામાં તાકાત ન હોય તે ત્રણ દિવસ રોઝા હજના દિવસોમાં રાખી લે અને સાત પાછા ફરતા એમ પૂરા દસ થઈ ગયા.[89] આ આદેશ તેમના માટે છે જેઓ મસ્જિદે હરામ (મક્કા)ના રહેવાસી ન હોય.[90] (લોકો!) અલ્લાહથી ડરતા રહો અને જાણી લો અલ્લાહ (તઆલા) સખત સજાઓ આપનાર છે.