(૬૧) અલ્લાહ (તઆલા) એ તમારા માટે રાત બનાવી કે તમે તેમાં આરામ કરી શકો અને દિવસને પ્રકાશિત બનાવ્યો, બેશક અલ્લાહ (તઆલા) લોકો પર ઉપકાર અને દયા કરનાર છે પરંતુ મોટાભાગના લોકો શુક્રગુજાર (કૃતજ્ઞ) બનતા નથી.
(૬૨) તે જ અલ્લાહ જે તમારા બધાનો પાલનહાર છે, દરેક વસ્તુનો સર્જનહાર, તેના સિવાય કોઈ સાચો મા'બૂદ નથી, પછી તમે ક્યાંથી બહેકી રહ્યા છો ?
(૬૩) આવી જ રીતે તે લોકો પણ બહેકાવવામાં આવતા રહ્યા જેઓ અલ્લાહની આયતોમાં ઈન્કાર કરતા હતા.
(૬૪) તે અલ્લાહ જ છે જેણે તમારા માટે ધરતીને રહેવાની જગ્યા અને આકાશને છત બનાવી દીધી, અને તમને રૂપ આપ્યુ અને ખૂબ સુંદર બનાવ્યા,[1] અને તમારા માટે સારી વસ્તુઓ ખાવા માટે આપી,[2] તે જ તમારો રબ છે બેહિસાબ બરકતોવાળો છે સમગ્ર સૃષ્ટિનો રબ.
(૬૫) તે જ જીવંત છે, તેના સિવાય કોઈ સાચો મા'બૂદ નથી, તો તમે તેને વિશિષ્ટ બનાવીને તેની જ બંદગી કરો અને તેને જ પોકારો, તમામ પ્રશંસા અલ્લાહના માટે જ છે જે સમગ્ર દુનિયાનો રબ છે.
(૬૬) (તમે) કહી દો કે, “મને તેમની બંદગી કરવાથી રોકી દેવામાં આવ્યો છે જેમને તમે અલ્લાહના સિવાય પોકારી રહ્યા છો,[1] એના આધારે કે મારા પાસે મારા રબ તરફથી સ્પષ્ટ નિશાની આવી ચૂકી છે મને આદેશ આપવામાં આવ્યો છે કે હું સમગ્ર સૃષ્ટિના રબના હુકમને આધીન થઈ જાઉં.”
(૬૭) તે જ તો છે જેણે તમને માટીમાંથી, પછી વિર્યમાંથી, પછી થીજેલા લોહીમાંથી પેદા કર્યા, પછી તમને બાળક બનાવી કાઢે છે, પછી (તમને વિકસાવે છે કે) તમે પોતાની પૂર્ણ શક્તિ સુધી પહોંચી જાઓ,[1] પછી ઘરડા થઈ જાઓ અને તમારામાંથી કેટલાકની આના પહેલા જ મોત આવી જાય છે.[2] (અને તે તમને છોડી દે છે) જેથી તમે નિર્ધારિત ઉમર સુધી પહોંચી જાઓ,[3] અને જેથી તમે સમજી વિચારી લો.
(૬૮) તે જ છે જે જીવન અને મૃત્યુ આપે છે,[1] પછી જયારે. તે કોઈ કામનો નિર્ણય કરે છે તો ફક્ત એટલું જ કહે છે કે, “થઈ જા.” તે થઈ જાય છે. (ع-૭)