(૩૫) (ઈબ્રાહીમની એ દુઆ પણ યાદ કરો) જ્યારે ઈબ્રાહીમે કહ્યું કે, “હે મારા રબ! આ શહેરને સલામતીવાળું બનાવ,[1] અને મને તથા મારી સંતાનને મૂર્તિપૂજાથી સુરક્ષિત રાખ.”
(૩૬) હે મારા રબ! તેણે (મૂર્તિઓએ) ઘણા લોકોને રસ્તા પરથી ભટકાવી દીધા છે, હવે મારા પેરોકાર મારા છે અને જે નાફરમાની કરે તો તું ઘણો માફ કરવાવાળો અને કૃપાળુ છે.
(૩૭) હે મારા રબ! મેં મારી કેટલીક સંતાનને આ વેરાન જંગલમાં તારા પવિત્ર ઘરની નજીક વસાવી છે, હે મારા રબ ! આ એટલા માટે કે તેઓ નમાઝ કાયમ કરે,[1] એટલા માટે તું કેટલાક લોકોના દિલોને તેમના તરફ મોહિત કરી દે, અને તેમને ફળોની રોજી પ્રદાન કર જેથી તેઓ શુક્રગુજાર (કૃતજ્ઞ) બને.
(૩૮) હે અમારા રબ! તુ સારી રીતે જાણે છે કે જે કંઈ અમે છૂપાવીએ અને જે કંઈ જાહેર કરીએ, ધરતી અને આકાશની કોઈ વસ્તુ અલ્લાહથી છૂપાયેલી નથી.
(૩૯) પ્રશંસા અલ્લાહના માટે છે, જેણે મને વૃધ્ધાવસ્થામાં ઈસ્માઈલ અને ઈસ્હાક પ્રદાન કર્યા, બેશક મારો રબ દુઆઓને સાંભળનાર છે.
(૪૦) હે મારા રબ! મને નમાઝનો પાબંદ બનાવ અને મારી સંતાનને પણ,[1] હે મારા રબ! મારી દુઆ કબૂલ કર.
(૪૧) હે અમારા રબ ! મને માફ કર અને મારા માતા-પિતાને પણ માફ કરી દે,[1] અને બધા ઈમાનવાળાઓને પણ માફ કર, જે દિવસે હિસાબ લેવામાં આવશે. (ع-૬)