Surah Al-Isra
સૂરહ અલ-ઈસ્રા
રૂકૂઅ : ૬
આયત ૫૩ થી ૬૦
وَ قُلْ لِّعِبَادِیْ یَقُوْلُوا الَّتِیْ هِیَ اَحْسَنُ ؕ اِنَّ الشَّیْطٰنَ یَنْزَغُ بَیْنَهُمْ ؕ اِنَّ الشَّیْطٰنَ كَانَ لِلْاِنْسَانِ عَدُوًّا مُّبِیْنًا (53)
(૫૩) અને મારા બંદાઓને કહી દો કે તેઓ ઉત્તમ વાતો પોતાના મોઢાંથી કહે, કેમકે શેતાન પરસ્પર ફૂટ નખાવે છે, બેશક શેતાન મનુષ્યનો ખુલ્લો દુશ્મન છે.
رَبُّكُمْ اَعْلَمُ بِكُمْ ؕ اِنْ یَّشَاْ یَرْحَمْكُمْ اَوْ اِنْ یَّشَاْ یُعَذِّبْكُمْ ؕ وَ مَاۤ اَرْسَلْنٰكَ عَلَیْهِمْ وَكِیْلًا (54)
(૫૪) તમારો રબ તમારી સરખામણીમાં તમારાથી વધારે જાણનાર છે, જો તે ઈચ્છે તો તમારા પર દયા કરી દે અને જો ઈચ્છે તો તમને સજા આપે, અમે તમને તેમના જવાબદાર બનાવીને નથી મોકલ્યા.
وَ رَبُّكَ اَعْلَمُ بِمَنْ فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ وَ لَقَدْ فَضَّلْنَا بَعْضَ النَّبِیّٖنَ عَلٰى بَعْضٍ وَّ اٰتَیْنَا دَاوٗدَ زَبُوْرًا (55)
(૫૫) અને આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે તમારો રબ બધાને સારી રીતે જાણે છે અમે કેટલાક પયગંબરોને કેટલાક પર શ્રેષ્ઠતા આપી છે અને દાઉદને ઝબૂર અમે જ આપી છે.
قُلِ ادْعُوا الَّذِیْنَ زَعَمْتُمْ مِّنْ دُوْنِهٖ فَلَا یَمْلِكُوْنَ كَشْفَ الضُّرِّ عَنْكُمْ وَ لَا تَحْوِیْلًا (56)
(૫૬) કહી દો કે, “(અલ્લાહના) સિવાય જેમને તમે (મા'બૂદ) સમજી રહ્યા છો, તેમને પોકારો પરંતુ ન તો તેઓ તમારાથી કોઈ દુઃખને દૂર કરી શકે છે ન તેને બદલી શકે છે.
اُولٰٓئِكَ الَّذِیْنَ یَدْعُوْنَ یَبْتَغُوْنَ اِلٰى رَبِّهِمُ الْوَسِیْلَةَ اَیُّهُمْ اَقْرَبُ وَ یَرْجُوْنَ رَحْمَتَهٗ وَ یَخَافُوْنَ عَذَابَهٗ ؕ اِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُوْرًا (57)
(૫૭) જેમને આ લોકો પોકારે છે તેઓ પોતે પોતાના રબની નિકટતાની શોધમાં રહે છે કે તેમનામાંથી કોણ વધારે નજીક થઈ જાય, તેઓ પોતે તેની કૃપાની ઉમ્મીદ રાખે છે અને તેના અઝાબથી ડરનારા છે, (વાત પણ એ છે) કે તમારા રબનો અઝાબ ડરવાની વસ્તુ છે.
وَ اِنْ مِّنْ قَرْیَةٍ اِلَّا نَحْنُ مُهْلِكُوْهَا قَبْلَ یَوْمِ الْقِیٰمَةِ اَوْ مُعَذِّبُوْهَا عَذَابًا شَدِیْدًا ؕ كَانَ ذٰلِكَ فِی الْكِتٰبِ مَسْطُوْرًا (58)
(૫૮) અને જેટલી પણ વસ્તીઓ છે તેને અમે કયામતના દિવસ પહેલાં નષ્ટ કરી દેવાના છીએ અથવા સખત સજા આપવાના છીએ. આ તો કિતાબમાં લખાઈ ચૂક્યું છે.
وَ مَا مَنَعَنَاۤ اَنْ نُّرْسِلَ بِالْاٰیٰتِ اِلَّاۤ اَنْ كَذَّبَ بِهَا الْاَوَّلُوْنَ ؕ وَ اٰتَیْنَا ثَمُوْدَ النَّاقَةَ مُبْصِرَةً فَظَلَمُوْا بِهَا ؕ وَ مَا نُرْسِلُ بِالْاٰیٰتِ اِلَّا تَخْوِیْفًا(59)
(૫૯) અને અમને નિશાનીઓ ઉતારવામાં અડચણ ફક્ત એની જ છે કે પહેલાના લોકો તેને જૂઠાડી ચૂક્યા છે, અમે સમૂદને દેખીતી રીતે ઊંટણી લાવીને આપી, પરંતુ તેમણે તેના ઉપર જુલમ કર્યો, અમે તો ફક્ત લોકોને ડરાવવા માટે નિશાનીઓ મોકલીએ છીએ.
وَ اِذْ قُلْنَا لَكَ اِنَّ رَبَّكَ اَحَاطَ بِالنَّاسِ ؕ وَ مَا جَعَلْنَا الرُّءْیَا الَّتِیْۤ اَرَیْنٰكَ اِلَّا فِتْنَةً لِّلنَّاسِ وَ الشَّجَرَةَ الْمَلْعُوْنَةَ فِی الْقُرْاٰنِ ؕ وَ نُخَوِّفُهُمْ ۙ فَمَا یَزِیْدُهُمْ اِلَّا طُغْیَانًا كَبِیْرًا ۧ (60)
(૬૦) અને યાદ કરો જયારે અમે તમને કહી દીધું કે તમારા રબે તે લોકોને ઘેરી લીધા છે, અને આ જે હમણાં તમને દેખાડ્યું છે, તે લોકોના માટે સ્પષ્ટ અજમાયશ જ હતી, અને તે જ રીતે તે વૃક્ષ પણ જેના પર કુરઆનમાં ફિટકાર કરવામાં આવી છે, અમે તેમને ચેતવણી આપી રહ્યા છીએ પરંતુ આ ચેતવણી તેમના વિદ્રોહમાં જ વધારો કરતી જાય છે. (ع-૬)