(૯૦) બદ્.દુ આરબો (એટલે કે ગામડાઓમાં રહેતા આરબો)માં બહાનું બનાવનારા લોકો હાજર થયા કે તેમને પરવાનગી આપવામાં આવે અને તેઓ બેસ્યા રહે, જેમણે અલ્લાહ અને તેના રસૂલથી જૂઠી વાતો બનાવી હતી, હવે તો તેમનામાં જેટલા પણ કાફિરો છે તેમને પીડાકારી સજા પહોંચીને રહેશે.
(૯૧) અશક્તો અને બીમારો ઉપર અને તેમના ઉપર જેઓ ખર્ચ કરવા માટે કશું નથી પામતા, કોઈ ગુનોહ નથી, જ્યાં સુધી તેઓ અલ્લાહ અને તેના રસૂલનું ભલું ચાહનારા હોય, આવા નેક લોકો પર કોઈ માર્ગ નથી, અને અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે.[1]
(૯૨) અને ન તેમના ઉપર જે તમારા પાસે આવે છે કે તમે તેમના માટે સવારીની સગવડ કરી આપો તો તમે જવાબ આપો છો કે હું તમારા માટે કોઈ સવારી નથી ધરાવતો તો તેઓ દુઃખથી આંસુ વહાવીને પાછા ફરે છે કે તેમના પાસે ખર્ચ કરવા માટે કશું જ નથી.[1]
(૯૩) બેશક તેમના પર આરોપ છે કે જેઓ માલદાર રહીને પણ તમારાથી પરવાનગી માગે છે, તેઓ સ્ત્રીઓ પાસે રહી જવા પર ખુશ છે અને અલ્લાહે તેમના દિલો પર મહોર મારી દીધી છે, જેના કારણે તેઓ અજાણ થઈ ગયા છે.[1]
(૯૪) તેઓ તમારાથી બહાના બનાવશે જયારે તમે તેમના પાસે જશો, (હે નબી!) કહી દો કે, “બહાના ન બનાવો, અમે તમારૂં યકીન નહિ કરીએ, અલ્લાહે અમને તમારા કરતૂતોથી બાખબર કરી દીધા છે અને અલ્લાહ તથા તેના રસૂલ તમારા કર્મો જોઈ લેશે પછી તમે પરોક્ષ(ગૈબ) અને પ્રત્યક્ષ (હાજર)ના જાણનારા તરફ પાછા ફેરવવામાં આવશો. પછી તે તમને બતાવી દેશે જે તમે કરતા રહ્યા.
(૯૫) હાં, તેઓ તમારા સામે અલ્લાહની કસમો ખાશે જ્યારે તમે તેમના પાસે પાછા જશો, જેથી તમે તેમને તેમની હાલત પર છોડી દો, છેવટે તમે તેમને તેમની સ્થિતિ પર છોડી દો, ચોક્કસ તેઓ ખૂબ અપવિત્ર છે અને તેમનું ઠેકાણું જહન્નમ છે, તેમના કરતૂતોના બદલામાં જે તેઓ કર્યા કરતા હતા.
(૯૬) આ લોકો તમારા પાસે એટલા માટે કસમ ખાય છે કે તમે તેમનાથી ખુશ થઈ જાઓ, તો જો તમે તેમનાથી ખુશ થઈ પણ જાઓ તો અલ્લાહ આવા અવજ્ઞાકારીઓથી ખુશ થતો નથી.[1]
(૯૭) બદ્.દુ આરબો કુફ્ર અને દંભમાં ઘણા સખત છે અને તેમને એવું જ જોઈએ છે કે તેમને આ હુકમોની ખબર ન હોય જેને અલ્લાહે પોતાના રસૂલ ઉપર ઉતાર્યા છે, અને અલ્લાહ મોટો ઈલ્મવાળો હિકમતવાળો છે.
(૯૮) અને તે બદ્.દુ આરબોમાંથી કેટલાક એવા છે કે જે કંઈ ખર્ચ કરે છે તેને સજા સમજે છે, અને મુસલમાનોના માટે બૂરા દિવસોની રાહ જોઈ રહ્યા છે, બૂરો સમય તેમના ઉપર જ પડવાનો છે, અને અલ્લાહ બધું જ સાંભળે અને જાણે છે.
(૯૯) અને કેટલાક બદ્.દુ આરબોમાં એવા પણ છે જેઓ અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઈમાન રાખે છે અને જે કંઈ ખર્ચ કરે છે તેને અલ્લાહની નિકટતા અને રસૂલની દુઆઓનું માધ્યમ બનાવે છે,[1] યાદ રાખો તેમનું આ ખર્ચ કરવું બેશક તેમના માટે નિકટતા પ્રાપ્ત કરવાનું માધ્યમ છે, તેમને અલ્લાહ જરૂર પોતાની રહમત (દયા)માં દાખલ કરશે, અલ્લાહ ઘણો માફ કરનાર અને દયાળુ છે. (ع-૧૨)