Surah Al-Hajj
સૂરહ અલ-હજ્જ
રૂકૂઅ : ૧૦
આયત ૭૩ થી ૭૮
یٰۤاَیُّهَا النَّاسُ ضُرِبَ مَثَلٌ فَاسْتَمِعُوْا لَهٗ ؕ اِنَّ الَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ لَنْ یَّخْلُقُوْا ذُبَابًا وَّ لَوِ اجْتَمَعُوْا لَهٗ ؕ وَ اِنْ یَّسْلُبْهُمُ الذُّبَابُ شَیْئًا لَّا یَسْتَنْقِذُوْهُ مِنْهُ ؕ ضَعُفَ الطَّالِبُ وَ الْمَطْلُوْبُ (73)
(૭૩) હે લોકો! એક દષ્ટાંત આપવામાં આવી રહ્યું છે જરા ધ્યાનથી સાંભળો, અલ્લાહના સિવાય તમે જેમને પોકારતા રહ્યા છો તેઓ બધા ભેગા મળીને એક માખી પણ પેદા નથી કરી શક્તા, બલ્કે જો માખી તેમના પાસેથી કોઈ વસ્તુ લઈને ભાગે તો તેઓ તેનાથી તેને છોડાવી પણ નથી શક્તા, ઘણો કમજોર છે માંગવાવાળો અને ઘણો કમજોર છે જેનાથી માંગવામાં આવે છે.
مَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدْرِهٖ ؕ اِنَّ اللّٰهَ لَقَوِیٌّ عَزِیْزٌ (74)
(૭૪) આ લોકોએ અલ્લાહની કદર ન જાણી જેવી રીતે જાણવાનો હક છે, બેશક અલ્લાહ (તઆલા) ઘણો શક્તિશાળી અને પ્રભાવશાળી છે.
اَللّٰهُ یَصْطَفِیْ مِنَ الْمَلٰٓئِكَةِ رُسُلًا وَّ مِنَ النَّاسِ ؕ اِنَّ اللّٰهَ سَمِیْعٌۢ بَصِیْرٌۚ (75)
(૭૫) ફરિશ્તાઓમાંથી અને મનુષ્યોમાંથી રસૂલને અલ્લાહ જ પસંદ કરી લે છે, બેશક અલ્લાહ (તઆલા) સાંભળનાર અને જોનાર છે.
یَعْلَمُ مَا بَیْنَ اَیْدِیْهِمْ وَ مَا خَلْفَهُمْ ؕ وَ اِلَى اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ (76)
(૭૬) તે સારી રીતે જાણે છે જે કંઈ લોકોના આગળ છે ને જે કંઈ તેમના પાછળ છે, અને અલ્લાહ તરફ જ તમામ કામો ફેરવી દેવામાં આવે છે.
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا ارْكَعُوْا وَ اسْجُدُوْا وَ اعْبُدُوْا رَبَّكُمْ وَ افْعَلُوا الْخَیْرَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَۚ ۩ {السجدة-ع} ۞ (77)
(૭૭ )હે ઈમાનવાળાઓ! રુકૂઅ, સિજદો કરતા રહો, અને પોતાના રબની બંદગીમાં લાગેલા રહો અને ભલાઈના કામો કરતા રહો, જેથી તમે સફળ થઈ જાઓ. {સિજદો-૭}
وَ جَاهِدُوْا فِی اللّٰهِ حَقَّ جِهَادِهٖ ؕ هُوَ اجْتَبٰىكُمْ وَ مَا جَعَلَ عَلَیْكُمْ فِی الدِّیْنِ مِنْ حَرَجٍ ؕ مِلَّةَ اَبِیْكُمْ اِبْرٰهِیْمَ ؕ هُوَ سَمّٰىكُمُ الْمُسْلِمِیْنَ ۙ٥ مِنْ قَبْلُ وَ فِیْ هٰذَا لِیَكُوْنَ الرَّسُوْلُ شَهِیْدًا عَلَیْكُمْ وَ تَكُوْنُوْا شُهَدَآءَ عَلَى النَّاسِ ۖۚ فَاَقِیْمُوا الصَّلٰوةَ وَ اٰتُوا الزَّكٰوةَ وَ اعْتَصِمُوْا بِاللّٰهِ ؕ هُوَ مَوْلٰىكُمْ ۚ فَنِعْمَ الْمَوْلٰى وَ نِعْمَ النَّصِیْرُ ۧ (78)
(૭૮) અને અલ્લાહના માર્ગમાં એવો જિહાદ કરો, જેવી રીતે જિહાદ કરવાનો હક છે, તેણે તમને પસંદ કર્યા છે અને તમારા પર ધર્મના વિશે કોઈ કમી નથી કરી, ધર્મ પોતાના પિતા ઈબ્રાહીમનો (કાયમ રાખો), તેણે (અલ્લાહે) તમારું નામ "મુસલમાન" રાખ્યુ છે આના (કુરઆન)થી પહેલા અને આમાં પણ જેથી પયગંબર તમારા પર ગવાહ થઈ જાય અને તમે તમામ લોકોના ગવાહ બની જાઓ. તો તમને જોઈએ કે નમાઝ કાયમ કરો અને ઝકાત આપતા રહો અને અલ્લાહને મજબૂતીથી પકડી લો, તે જ તમારો સંરક્ષક અને માલિક છે, અને ખૂબ સારો માલિક છે અને ખૂબ સારો સહાયક છે. (ع-૧૦)