(૨૭) અને આકાશો અને ધરતીનું રાજ્ય અલ્લાહનું જ છે, અને જે દિવસે કયામત કાયમ થશે તે દિવસે જૂઠા લોકો નુકસાનમાં હશે.
(૨૮) અને તમે જોશો કે દરેક કોમ ઘૂંટણીએ પડેલી હશે, દરેક જૂથ પોતાના કર્મપત્રના તરફ બોલાવવામાં આવશે, આજે તમને તમારા કરેલા (કર્મો)નો બદલો આપવામાં આવશે.
(૨૯) આ છે અમારી કિતાબ જે તમારા વિશે સાચું બોલી રહી છે, અમે તમારા કર્મો લખાવતા જતા હતા.
(૩૦) તો જેઓ ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા,[1] તો તેમને તેમનો રબ પોતાની કૃપા (રહમત)ના છાંયડામાં લઈ લેશે, આ જ સ્પષ્ટ સફળતા છે.
(૩૧) પરંતુ જે લોકોએ કુફ્ર કર્યુ (તો હું તેમને કહીશ કે), “શું મારી આયતો તમને સંભળાવવામાં આવતી ન હતી? પછી પણ તમે ઘમંડ કરતા રહ્યા અને તમે હતા જ ગુનેહગાર લોકો.
(૩૨) અને જ્યારે કહેવામાં આવતુ કે અલ્લાહનો વાયદો નિશ્ચિતરૂપે સાચો છે, અને કયામતના આવવામાં કોઈ શંકા નથી, તો તમે જવાબ આપતા હતા કે અમે નથી જાણતા કે કયામત શું છે ? અમને થોડોક આમ જ વિચાર આવી જાય છે પરંતુ અમને વિશ્વાસ નથી.”
(૩૩) અને તેમના પર પોતાના કર્મોની બૂરાઈઓ જાહેર થઈ ગઈ અને જેનો તેઓ મજાક ઉડાવી રહ્યા હતા, તે વસ્તુએ તેમને ઘેરી લીધા.
(૩૪) અને કહી દેવામાં આવશે કે, “આજે અમે તમને ભૂલાવી દઈશું જેમ કે તમે પોતાના આ મુલાકાતના દિવસને ભૂલાવી દીધો હતો,[1] તમારૂ ઠેકાણું જહન્નમ છે અને તમારી મદદ કરનાર કોઈ નથી.
(૩૫) આ એટલા માટે કે તમે અલ્લાહ (તઆલા)ની આયતોનો મજાક ઉડાવતા હતા અને દુનિયાના જીવને તમને ધોખામાં નાખી રાખ્યા હતા, તો આજના દિવસે ન તો આ લોકોને (જહન્નમમાંથી) કાઢવામાં આવશે અને ન તેમનાથી મજબૂરી અને બહાના કબૂલ કરવામાં આવશે.”[1]
(૩૬) તો અલ્લાહના માટે તમામ પ્રશંસા છે, જે આકાશો અને ધરતી અને સમગ્ર દુનિયાનો રબ છે.
(૩૭) અને તમામ (પ્રશંસા અને) મહાનતા આકાશો અને ધરતીમાં તેના જ માટે છે અને તે જ પ્રભુત્વશાળી હિકમતવાળો છે. (ع-૪)