Surah Al-Ahzab

સૂરહ અલ-અહ્ઝાબ

રૂકૂ : ૯

આયત ૬૯ થી ૭૩

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَكُوْنُوْا كَالَّذِیْنَ اٰذَوْا مُوْسٰى فَبَرَّاَهُ اللّٰهُ مِمَّا قَالُوْا ؕ وَ كَانَ عِنْدَ اللّٰهِ وَجِیْهًاؕ (69)

(૬૯) હે ઈમાનવાળાઓ! તે લોકો જેવા ન બની જાઓ જેમણે મૂસાને તકલીફો આપી, તો જે વાત તેઓએ કહી હતી અલ્લાહે તેમને તેનાથી મુક્ત કરી દીધા, અને તે અલ્લાહ પાસે સન્માનિત હતા.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَ قُوْلُوْا قَوْلًا سَدِیْدًاۙ (70)

(૭૦) હે ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા)થી ડરો અને સીધી (હક) વાત કહ્યા કરો.


یُّصْلِحْ لَكُمْ اَعْمَالَكُمْ وَ یَغْفِرْ لَكُمْ ذُنُوْبَكُمْ ؕ وَ مَنْ یُّطِعِ اللّٰهَ وَ رَسُوْلَهٗ فَقَدْ فَازَ فَوْزًا عَظِیْمًا (71)

(૭૧) જેથી અલ્લાહ (તઆલા) તમારા કર્મો સુધારી દેશે અને તમારા ગુનાહ માફ કરી દેશે અને જે કોઈ પણ અલ્લાહ અને તેના રસૂલના હુકમોનું પાલન કરશે તેણે મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી.


اِنَّا عَرَضْنَا الْاَمَانَةَ عَلَى السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ الْجِبَالِ فَاَبَیْنَ اَنْ یَّحْمِلْنَهَا وَ اَشْفَقْنَ مِنْهَا وَ حَمَلَهَا الْاِنْسَانُ ؕ اِنَّهٗ كَانَ ظَلُوْمًا جَهُوْلًاۙ (72)

(૭૨) અમે અમારી અમાનતને આકાશો અને ધરતી અને પર્વતો પર રજૂ કરી (પરંતુ) તમામે તેને ઉઠાવવાનો ઈન્કાર કરી દીધો અને તેનાથી ડરી ગયા, (પરંતુ) મનુષ્યએ તેને ઉપાડી લીધી, બેશક તે (મનુષ્ય) મોટો જાલિમ અને અજ્ઞાની છે.


لِّیُعَذِّبَ اللّٰهُ الْمُنٰفِقِیْنَ وَ الْمُنٰفِقٰتِ وَ الْمُشْرِكِیْنَ وَ الْمُشْرِكٰتِ وَ یَتُوْبَ اللّٰهُ عَلَى الْمُؤْمِنِیْنَ وَ الْمُؤْمِنٰتِ ؕ وَ كَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا ۧ (73)

(૭૩) (આ એટલા માટે) કે અલ્લાહ (તઆલા) મુનાફિક પુરૂષો અને મુનાફિક સ્ત્રીઓ અને મૂર્તિપૂજક પુરૂષો અને મૂર્તિપૂજક સ્ત્રીઓને સજા આપે અને ઈમાનવાળા પુરૂષો અને ઈમાનવાળી સ્ત્રીઓની તૌબા કબૂલ કરી લે, અને અલ્લાહ (તઆલા) મોટો માફ કરનાર અને દયાળુ છે. (ع-)