Surah Al-Hijr
સૂરહ અલ-હિજ્ર
રૂકૂઅ : ૬
આયત ૮૦ થી ૯૯
وَ لَقَدْ كَذَّبَ اَصْحٰبُ الْحِجْرِ الْمُرْسَلِیْنَۙ (80)
(૮૦) અને હિજ્રના લોકોએ પણ રસૂલોને જૂઠાડ્યા.
وَ اٰتَیْنٰهُمْ اٰیٰتِنَا فَكَانُوْا عَنْهَا مُعْرِضِیْنَۙ (81)
(૮૧) અને તેમને અમે અમારી નિશાનીઓ પ્રદાન કરી હતી, પછી પણ તેઓ તેનાથી મોઢું ફેરવનારા જ રહ્યા.
وَ كَانُوْا یَنْحِتُوْنَ مِنَ الْجِبَالِ بُیُوْتًا اٰمِنِیْنَ (82)
(૮૨) અને આ લોકો પહાડોને કોતરી-કોતરીને પોતાના ઘરો ડર વગર બનાવી લેતા હતા.
فَاَخَذَتْهُمُ الصَّیْحَةُ مُصْبِحِیْنَۙ (83)
(૮૩) છેવટે તેમને પણ સવાર પડતા સુધીમાં ભયંકર ચીખે (અવાજે) પકડી લીધા
فَمَاۤ اَغْنٰى عَنْهُمْ مَّا كَانُوْا یَكْسِبُوْنَؕ (84)
(૮૪) એટલા માટે તેમની કોઈ યોજના અને કાર્યએ કોઈ ફાયદો ન આપ્યો.
وَ مَا خَلَقْنَا السَّمٰوٰتِ وَ الْاَرْضَ وَ مَا بَیْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ ؕ وَ اِنَّ السَّاعَةَ لَاٰتِیَةٌ فَاصْفَحِ الصَّفْحَ الْجَمِیْلَ (85)
(૮૫) અને અમે આકાશો અને ધરતીને તથા તેમના વચ્ચેની તમામ વસ્તુઓને સત્યના સાથે બનાવી છે, અને કયામત જરૂર-જરૂર આવવાની છે, બસ તમે સજ્જનતાપૂર્વક અને સારી રીતે દરગુજર કરો.
اِنَّ رَبَّكَ هُوَ الْخَلّٰقُ الْعَلِیْمُ (86)
(૮૬) બેશક તમારો રબ જ પેદા કરનાર અને જાણનાર છે.
وَ لَقَدْ اٰتَیْنٰكَ سَبْعًا مِّنَ الْمَثَانِیْ وَ الْقُرْاٰنَ الْعَظِیْمَ (87)
(૮૭) અને બેશક અમે તમને સાત આયતો આપી રાખી છે જે વારંવાર દોહરાવવામાં આવે છે, અને મહાન કુરઆન પણ આપી રાખ્યુ છે.
لَا تَمُدَّنَّ عَیْنَیْكَ اِلٰى مَا مَتَّعْنَا بِهٖۤ اَزْوَاجًا مِّنْهُمْ وَ لَا تَحْزَنْ عَلَیْهِمْ وَ اخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِیْنَ (88)
(૮૮) તમે ક્યારેય પોતાની આંખોને એ વાત તરફ ન દોડાવો જેને અમે તેમનામાંથી જુદા જુદા પ્રકારના લોકોને આપી રાખ્યું છે, ન તેના પર તમે ગમ કરો, અને ઈમાનવાળાઓ માટે પોતાની બાઝૂઓ ઝૂકાવી રાખો.
وَ قُلْ اِنِّیْۤ اَنَا النَّذِیْرُ الْمُبِیْنُۚ (89)
(૮૯) અને કહી દો કે, “હું તો સ્પષ્ટપણે સચેત કરનાર છું.
كَمَاۤ اَنْزَلْنَا عَلَى الْمُقْتَسِمِیْنَۙ (90)
(૯૦) જેવી કે અમે તે (ચેતવણી) ફાટફૂટ નાખનારાઓ તરફ ઉતારી.
الَّذِیْنَ جَعَلُوا الْقُرْاٰنَ عِضِیْنَ (91)
(૯૧) જેમણે આ કુરઆનના ટુકડે-ટુકડા કરી નાખ્યા.
فَوَرَبِّكَ لَنَسْئَلَنَّهُمْ اَجْمَعِیْنَۙ (92)
(૯૨) કસમ છે તમારા રબની! અમે તે બધાની જરૂર પૂછપરછ કરીશું
عَمَّا كَانُوْا یَعْمَلُوْنَ (93)
(૯૩) તે દરેક વસ્તુની જે તેઓ કરતા હતા.
فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَ اَعْرِضْ عَنِ الْمُشْرِكِیْنَ (94)
(૯૪) બસ તમે આ હુકમ જે તમને કરવામાં આવ્યો છે તેને સ્પષ્ટ રીતે સંભળાવી દો અને મુશરિકોથી મોઢુ ફેરવી લો.
اِنَّا كَفَیْنٰكَ الْمُسْتَهْزِءِیْنَۙ (95)
(૭૫) તમારાથી જે લોકો મજાક કરે છે તેમના (સજા) માટે અમે પૂરતા છીએ.
الَّذِیْنَ یَجْعَلُوْنَ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ ۚ فَسَوْفَ یَعْلَمُوْنَ (96)
(૯૬) જેઓ અલ્લાહ સાથે બીજા મા'બૂદો બનાવે છે તેમને જલ્દી જાણ થઈ જશે.
وَ لَقَدْ نَعْلَمُ اَنَّكَ یَضِیْقُ صَدْرُكَ بِمَا یَقُوْلُوْنَۙ (97)
(૯૭) અને અમને સારી રીતે ખબર છે કે તેમની વાતોથી તમારું દિલ તંગ થાય છે.
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَ كُنْ مِّنَ السّٰجِدِیْنَۙ (98)
(૯૮) તમે તમારા રબની મહાનતા અને પ્રશંસાનું વર્ણન કરતા રહો, અને માથું ઝૂકાવનારાઓમાં સામેલ થઈ જાઓ.
وَ اعْبُدْ رَبَّكَ حَتّٰى یَاْتِیَكَ الْیَقِیْنُ ۧ (99)
(૯૯) અને તમારા રબની બંદગી કરતા રહો ત્યાં સુધી કે તમને મૃત્યુ આવી જાય. (ع-૬)