Surah An-Nahl
સૂરહ અન્-નહલ
રૂકૂઅ : ૩
આયત ૨૨ થી ૨૫
اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ ۚ فَالَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ قُلُوْبُهُمْ مُّنْكِرَةٌ وَّ هُمْ مُّسْتَكْبِرُوْنَ (22)
(૨૨) તમારા બધાનો મા'બૂદ ફક્ત એક જ અલ્લાહ (તઆલા) છે, અને આખિરત પર ઈમાન ન રાખનારાઓના દિલ ઈન્કારી છે અને તેઓ પોતે ઘમંડમાં પડી ગયા છે.
لَا جَرَمَ اَنَّ اللّٰهَ یَعْلَمُ مَا یُسِرُّوْنَ وَ مَا یُعْلِنُوْنَ ؕ اِنَّهٗ لَا یُحِبُّ الْمُسْتَكْبِرِیْنَ (23)
(૨૩) બેશક અલ્લાહ (તઆલા) તે દરેક વસ્તુને સારી રીતે જાણે છે જેને તે લોકો છૂપાવે છે અને જેને જાહેર કરે છે, તે ઘમંડી લોકોને પસંદ નથી કરતો.
وَ اِذَا قِیْلَ لَهُمْ مَّا ذَاۤ اَنْزَلَ رَبُّكُمْ ۙ قَالُوْۤا اَسَاطِیْرُ الْاَوَّلِیْنَۙ (24)
(૨૪) અને જ્યારે તેમને પૂછવામાં આવે છે કે તમારા રબે શું ઉતાર્યું છે ? તો જવાબ આપે છે કે, “પૂર્વજોની વાર્તાઓ છે”
لِیَحْمِلُوْۤا اَوْزَارَهُمْ كَامِلَةً یَّوْمَ الْقِیٰمَةِ ۙ وَ مِنْ اَوْزَارِ الَّذِیْنَ یُضِلُّوْنَهُمْ بِغَیْرِ عِلْمٍ ؕ اَلَا سَآءَ مَا یَزِرُوْنَ ۧ (25)
(૨૫) (તેનું જ પરિણામ હશે) કે કયામતના દિવસે આ લોકો પોતાના પૂરા બોજ સાથે તેમના બોજના પણ ભાગીદાર હશે જેમને ઈલ્મ વગર ભટકાવતા રહ્યા, જુઓ કેવો બૂરો બોજ ઉઠાવી રહ્યા છે.(ع-૩)