(૪૧) અને અમારા બંદા ઐયુબની (પણ) ચર્ચા કરો, જ્યારે તેણે પોતાના રબને પોકાર્યો કે “શેતાને મને તકલીફ અને દુઃખ પહોંચાડ્યું છે.[1]
(૪૨) પોતાનો પગ મારો, આ સ્નાન કરવા માટે અને પીવા માટે ઠંડુ પાણી છે.
(૪૩) અને અમે તેને તેનો પૂરો પરિવાર પાછો આપ્યો, બલ્કે એટલું જ બીજું પણ તેના સાથે અમારી ખાસ કૃપાથી, અને બુદ્ધિશાળી લોકોની નસીહત માટે.
(૪૪) અને પોતાના હાથમાં સળીઓનો એક ઝૂડો લઈને મારી દે અને કસમ ન તોડ,[1] સાચું તો એ છે કે અમે તેને મોટો સબ્ર કરવાવાળો બંદો જોયો તે ઘણો નેક બંદો હતો, અને પોતાના રબ તરફ ખૂબ પાછો વળનાર.
(૪૫) અને અમારા બંદા ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબનું પણ (લોકોને) વર્ણન કરો જે હાથો અને આંખોવાળા હતા.
(૪૬) અને તેમને એક ખાસ વાત એટલે કે આખિરતની યાદ સાથે ખાસ રીતે સંબંધિત કરી દીધા હતા.
(૪૭) અને આ બધા અમારા નજદીક પસંદ કરેલા અને સૌથી સારા બંદાઓમાંથી હતા.
(૪૮) અને ઈસ્માઈલ, યસ્અ અને ઝુલકિફલનું પણ વર્ણન કરો, આ સૌથી સારા લોકો હતા.
(૪૯) આ નસીહત છે, અને વિશ્વાસ કરો કે નેક લોકોના માટે સૌથી સારી જગ્યા છે.
(૫૦) એટલે કે હંમેશા રહેવાવાળી જન્નત જેના દરવાજા તેમના માટે ખુલ્લા હશે.
(૫૧) જેમાં (સુકૂનથી) તકિયા લગાવી બેઠા-બેઠા જાત-જાતના મેવા (ફળો) અને જુદા-જુદા પ્રકારની પીવાની વસ્તુઓની માંગણી કરશે.
(૫૨) અને તેમના પાસે નીચી નજરોવાળી સરખી ઉમરવાળી હૂરો હશે.[1]
(૫૩) આ છે જેનો વાયદો તમારા સાથે હિસાબના દિવસ માટે કરવામાં આવતો હતો.
(૫૪) બેશક આ રોજી અમારૂ (ખાસ) ઈનામ છે, જેનો કદી અંત જ નથી.[1]
(૫૫) આ તો થયો બદલો, (યાદ રાખો કે) વિદ્રોહીઓ માટે સૌથી ખરાબ ઠેકાણું છે.
(૫૬) જહન્નમ છે જેમાં તેઓ જશે, (આહ !) કેવું ખરાબ પાથરણું છે ?
(૫૭) આ છે તેમના માટે, તો તેઓ સ્વાદ ચાખે, ગરમ પાણી અને પરુંનો.
(૫૮) અને કેટલીક બીજા પ્રકારની ઘણી સજાઓ.
(૫૯) આ એક કોમ છે જે તમારા સાથે (આગમાં) જવાની છે, તેમના માટે કોઈ સ્વાગત નથી, આ જ લોકો જહન્નમમાં જનારા છે.
(૬૦) (તેઓ) કહેશે કે, “નહિં, બલ્કે તમે જ છો જેમના માટે સ્વાગત નથી, તમે જ તો આ અંજામ પહેલાથી અમારા સામે લાવી રાખ્યો હતો, તો રહેવાની કેવી ખરાબ જગ્યા છે.”
(૬૧) (તેઓ) કહેશે કે, “હે અમારા રબ! જેણે તેને (કુફ્રની પધ્ધતિ) અમારા માટે સૌથી પહેલા કાઢી હોય, તેના હકમાં જહન્નમની બમણી સજા કરી દે.”
(૬૨) અને (જહન્નમવાળા) કહેશે કે, “શું વાત છે કે તે. લોકો આપણને દેખાતા નથી, જેમની ગણતરી આપણે બૂરા લોકોમાં કરતા હતા ?”
(૬૨) અને (જહન્નમવાળા) કહેશે કે, “શું વાત છે કે તે. લોકો આપણને દેખાતા નથી, જેમની ગણતરી આપણે બૂરા લોકોમાં કરતા હતા ?”[1]
(૬૩) શું અમે જ તેમનો મજાક બનાવી રાખ્યો હતો અથવા અમારી આંખો તેમનાથી બહેકી ગઈ છે ?
(૬૪) વિશ્વાસ કરો કે જહન્નમવાસીઓનો આ ઝઘડો જરૂર થશે (ع-૪)