Surah An-Nisa

સૂરહ અન્ નિસા

રૂકૂઅ : ૩

આયત ૧૫ થી ૨૨


وَ الّٰتِیْ یَاْتِیْنَ الْفَاحِشَةَ مِنْ نِّسَآئِكُمْ فَاسْتَشْهِدُوْا عَلَیْهِنَّ اَرْبَعَةً مِّنْكُمْ ۚ فَاِنْ شَهِدُوْا فَاَمْسِكُوْهُنَّ فِی الْبُیُوْتِ حَتّٰى یَتَوَفّٰهُنَّ الْمَوْتُ اَوْ یَجْعَلَ اللّٰهُ لَهُنَّ سَبِیْلًا (15)

(૧૫) તમારી સ્ત્રીઓમાંથી જે વ્યભિચારનું કામ કરે, તેના પર પોતાનામાંથી ચાર ગવાહ માંગો, જો તેઓ ગવાહી આપે તો તે સ્ત્રીઓને ઘરમાં બંદી બનાવી લો, ત્યાં સુધી કે મૃત્યુ તેમના આયુષ્યને પુરૂ કરી દે, અથવા અલ્લાહ (તઆલા) તેમના માટે કોઈ બીજો રસ્તો કાઢે .


وَ الَّذٰنِ یَاْتِیٰنِهَا مِنْكُمْ فَاٰذُوْهُمَا ۚ فَاِنْ تَابَا وَ اَصْلَحَا فَاَعْرِضُوْا عَنْهُمَا ؕ اِنَّ اللّٰهَ كَانَ تَوَّابًا رَّحِیْمًا (16)

(૧૬) અને તમારામાંથી જે બે વ્યક્તિ આવું કામ કરી લે, તેમને તકલીફ આપો, જો તેઓ માફી માંગી લે અને સુધાર કરી લે, તો તેમનાથી મોઢું ફેરવી લો. બેશક અલ્લાહ (તઆલા) તૌબા કબૂલ કરવાવાળો અને રહમ કરવાવાળો છે.


اِنَّمَا التَّوْبَةُ عَلَى اللّٰهِ لِلَّذِیْنَ یَعْمَلُوْنَ السُّوْٓءَ بِجَهَالَةٍ ثُمَّ یَتُوْبُوْنَ مِنْ قَرِیْبٍ فَاُولٰٓئِكَ یَتُوْبُ اللّٰهُ عَلَیْهِمْ ؕ وَ كَانَ اللّٰهُ عَلِیْمًا حَكِیْمًا (17)

(૧૭) અલ્લાહ તઆલા ફકત એવા લોકોની જ તૌબા કબૂલ કરે છે જેઓ અજાણતા બૂરાઈ કરે અને જલ્દી તેનાથી રોકાઈ જાય અને માફી માંગે તો અલ્લાહ (તઆલા) પણ તેમની તૌબા કબૂલ કરે છે. અલ્લાહ (તઆલા) મોટો ઈલ્મવાળો, હિકમતવાળો છે.


وَ لَیْسَتِ التَّوْبَةُ لِلَّذِیْنَ یَعْمَلُوْنَ السَّیِّاٰتِ ۚ حَتّٰۤى اِذَا حَضَرَ اَحَدَهُمُ الْمَوْتُ قَالَ اِنِّیْ تُبْتُ الْئٰنَ وَ لَا الَّذِیْنَ یَمُوْتُوْنَ وَ هُمْ كُفَّارٌ ؕ اُولٰٓئِكَ اَعْتَدْنَا لَهُمْ عَذَابًا اَلِیْمًا (18)

(૧૮) અને તેમની તૌબા કબૂલ નથી, જેઓ બૂરાઈઓ કરતા જાય ત્યાં સુધી કે તેમનામાંથી કોઈનું મૃત્યુ નજીક આવી જાય, તો કહી દે કે મેં હવે માફી માંગી, તેમની માફી પણ કબૂલ થતી નથી જેઓ કુફ્રની હાલતમાં મરી જાય, આ એ લોકો છે જેમના માટે અમે સખત અઝાબ તૈયાર કરી રાખ્યો છે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا یَحِلُّ لَكُمْ اَنْ تَرِثُوا النِّسَآءَ كَرْهًا ؕ وَ لَا تَعْضُلُوْهُنَّ لِتَذْهَبُوْا بِبَعْضِ مَاۤ اٰتَیْتُمُوْهُنَّ اِلَّاۤ اَنْ یَّاْتِیْنَ بِفَاحِشَةٍ مُّبَیِّنَةٍ ۚ وَ عَاشِرُوْهُنَّ بِالْمَعْرُوْفِ ۚ فَاِنْ كَرِهْتُمُوْهُنَّ فَعَسٰۤى اَنْ تَكْرَهُوْا شَیْئًا وَّ یَجْعَلَ اللّٰهُ فِیْهِ خَیْرًا كَثِیْرًا (19)

(૧૯) અય ઈમાનવાળાઓ! તમારા માટે મનાઈ છે કે બળજબરી સ્ત્રીઓના વારસદાર બની બેસો, તેમને એટલા માટે ન રોકી રાખો કે જે તમે તેમને આપી રાખ્યું છે તેમાંથી થોડુંક લઈ લો. હા, એ વાત અલગ છે કે તે કોઈ ખુલ્લી બૂરાઈ અથવા વ્યભિચારનો વ્યવહાર કરે, તેમના સાથે સારો વ્યવહાર કરો, ભલે ને તમે તેમને પસંદ ન કરો, પરંતુ બની શકે છે કે તમે એક વસ્તુને ખરાબ જાણો, અને અલ્લાહ (તઆલા) તેમાં ઘણી ભલાઈ કરી દે.


وَ اِنْ اَرَدْتُّمُ اسْتِبْدَالَ زَوْجٍ مَّكَانَ زَوْجٍ ۙ وَّ اٰتَیْتُمْ اِحْدٰىهُنَّ قِنْطَارًا فَلَا تَاْخُذُوْا مِنْهُ شَیْئًا ؕ اَتَاْخُذُوْنَهٗ بُهْتَانًا وَّ اِثْمًا مُّبِیْنًا (20)

(૨૦) અને જો તમે એક પત્નીની જગ્યાએ બીજી પત્ની કરવા ઈચ્છો અને તેમનામાંથી કોઈને તમે માલનો ખજાનો આપી રાખ્યો હોય તો પણ તેમાંથી કશું જ ન લો, શું તમે તેને બદનામ કરીને ખુલા ગુનાહથી લઈ લેશો.


وَ كَیْفَ تَاْخُذُوْنَهٗ وَ قَدْ اَفْضٰى بَعْضُكُمْ اِلٰى بَعْضٍ وَّ اَخَذْنَ مِنْكُمْ مِّیْثَاقًا غَلِیْظًا (21)

(૨૧) અને તમે તે કેવી રીતે લઈ લેશો? જયારે કે તમે એકબીજાને મળી ચૂકયા છો, અને તે સ્ત્રીઓએ તમારાથી મજબૂત વચન લઈ રાખ્યું છે.


وَ لَا تَنْكِحُوْا مَا نَكَحَ اٰبَآؤُكُمْ مِّنَ النِّسَآءِ اِلَّا مَا قَدْ سَلَفَ ؕ اِنَّهٗ كَانَ فَاحِشَةً وَّ مَقْتًا ؕ وَ سَآءَ سَبِیْلًا۠ (22)

(૨૨) અને તે સ્ત્રીઓથી નિકાહ ન કરો, જેનાથી તમારા પિતાઓએ નિકાહ કર્યાં હોય, પરંતુ જે થઈ ગયું તે થઈ ગયુ, આ બેશરમીનું કામ અને કપટના કારણે છે અને ઘણો ખરાબ રસ્તો છે. (ع-)