(૬૫) અને આદ તરફ તેમના ભાઈ (રસૂલ) હૂદને મોકલ્યા,[1] તેમણે કહ્યું, “હે મારી કોમ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ મા'બૂદ નથી, શું તમે ડરતા નથી?”
(૬૬) તેમની કોમના કાફિર સરદારોએ કહ્યું, “અમે તો તમને મૂર્ખ સમજીએ છીએ, બેશક અમે તમને જૂઠાઓમાં ગણીએ છીએ.”
(૬૭) (હૂદે) કહ્યું, “હે મારી કોમના લોકો! મારામાં મૂર્ખતા નથી. પરંતુ હું દુનિયાના રબનો રસૂલ છું.
(૬૮) હું તમને પોતાના રબનો સંદેશો પહોંચાડું છું અને તમારો વિશ્વાસુ હિતેચ્છુ છું.”
(૬૯) શું તમને એનું આશ્ચર્ય છે કે તમારા રબ તરફથી કોઈ ઉપદેશની વાત તમારામાંથી એક પુરૂષ પાસે આવી છે ? જેથી તે તમને બાખબર કરે, તમે યાદ કરો જયારે કે (અલ્લાહે) તમને નૂહની કોમ પછી તેમની જગ્યાએ કરી દીધા અને તમારી કાયાને વધારે મોટી કરી, એટલા માટે તમે અલ્લાહની ને'મતોને યાદ કરો જેથી કામયાબ થઈ જાઓ.
(૭૦) તેમણે કહ્યું કે, “શું તમે અમારા પાસે એટલા માટે આવ્યા છો કે અમે ફક્ત એક અલ્લાહની બંદગી કરીએ અને અમારા બાપ-દાદાઓના મા'બૂદોને છોડી દઈએ ?[1] એટલા માટે જેની ધમકી અમને આપો છો તે લઈ આવો જો તમે સાચા હોવ.
(૭૧) (હૂદે) કહ્યું કે, “તમારા રબ તરફથી તમારા ઉપર અઝાબ અને પ્રકોપ આવી જ ગયો, શું તમે મારા સાથે કેટલાક એવા નામો વિષે ઝઘડો કરો છો જેને તમે અને તમારા બાપ-દાદાઓએ રાખી લીધા છે ? જેની કોઈ દલીલ અલ્લાહે નથી ઉતારી, તમે પણ રાહ જુઓ અને હું (પણ) તમારા સાથે રાહ જોઉ છું.”
(૭૨) તો અમે તેને અને તેના સાથીઓને પોતાની કૃપાથી બચાવી લીધા અને તે લોકોની જડ કાપી નાખી, જેમણે અમારી આયતોને જૂઠાડી અને તેઓ ઈમાનવાળા ન હતા.[1] (ع-૯)