અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અલિફ.લામ.રા., આ એક એવી કિતાબ છે કે જેની આયતો હિકમતથી ભરેલી છે, પછી વિગતવાર વર્ણન કરવામાં આવી છે, એક હિકમતવાળા અને સંપૂર્ણ જ્ઞાનવાળા તરફથી.
(૨) એ કે અલ્લાહના સિવાય કોઈની બંદગી ન કરો, હું તમને અલ્લાહ તરફથી ચેતવણી આપનાર અને ખુશખબર સંભળાવનાર છું.
(૩) અને એ કે તમે લોકો પોતાના ગુનાહોને પોતાના રબ પાસે માફ કરાવો, પછી તેના તરફ ધ્યાનમગ્ન થઈ જાઓ, તે તમને નિર્ધારિત મુદત સુધી બહેતર સામાન (જિંદગી) આપશે[1] અને દરેક વધારે શ્રેષ્ઠ કામ કરનારને વધારે કૃપા આપશે અને જો તમે મોઢું ફેરવતા રહ્યા તો મને તમારા માટે એક મોટા દિવસના અઝાબનો ડર છે.
(૪) તમારે અલ્લાહના પાસે જ જવાનું છે અને તે દરેક વસ્તુ પર સંપૂર્ણ સામર્થ્ય ધરાવે છે.
(૫) યાદ રાખો કે તે લોકો પોતાની છાતીઓને બેવડી કરી દે છે જેથી પોતાની વાતો (અલ્લાહથી) છુપાવી શકે. યાદ રાખો કે તે લોકો જે સમયે પોતાના કપડાં લપેટે છે તે સમયે પણ તે બધું જ જાણે છે, જે કંઈ છૂપાવે છે અને જે કંઈ જાહેર કરે છે, બેશક તે દિલોના અંદરની વાતોને પણ જાણે છે.
(૬) અને ધરતી પર હરતા-ફરતા જેટલા પણ જીવો છે, તે તમામની રોજી અલ્લાહ (તઆલા) પર છે તે તેમના રહેવાની જગ્યા પણ જાણે છે અને તેમને સોંપવાની જગ્યા પણ, આ બધું જ સ્પષ્ટ કિતાબમાં હાજર છે.
(૭) અને તે (અલ્લાહ) જ છે જેણે છ દિવસમાં આકાશો અને ધરતીને પેદા કર્યા, અને તેનો અર્શ (સિંહાસન) પાણી પર હતો,[1] જેથી તે તમારી પરીક્ષા કરે કે તમારામાં સારા કર્મ કરવાવાળા કોણ છે? જો તમે તેમને કહો કે તમે લોકો મૃત્યુ પછી ફરીથી જીવતા કરવામાં આવશો તો કાફિરો જવાબ આપશે કે આ તો સ્પષ્ટ જાદૂ છે.
(૮) અને જો અમે તેમના પરથી અઝાબને થોડા સમય માટે હટાવી દઈએ તો તેઓ જરૂર કહેશે કે અઝાબને કઈ વસ્તુએ રોકી રાખેલ છે? સાંભળો! જે દિવસે અઝાબ તેમના પાસે આવશે પછી તેમનાથી ટળવાનો નથી, પછી તો જેનો મજાક કરી રહ્યા હતા, તે તેમના પર ઉલટો પડશે.(ع-૧)