Surah Al-Hajj

સૂરહ અલ-હજ્જ

રૂકૂઅ : ૮

આયત ૫૮ થી ૬૪

وَ الَّذِیْنَ هَاجَرُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ ثُمَّ قُتِلُوْۤا اَوْ مَاتُوْا لَیَرْزُقَنَّهُمُ اللّٰهُ رِزْقًا حَسَنًا ؕ وَ اِنَّ اللّٰهَ لَهُوَ خَیْرُ الرّٰزِقِیْنَ (58)

(૫૮) અને જેમણે અલ્લાહના માર્ગમાં દેશ છોડ્યો, પછી તેઓ શહીદ કરી દેવામાં આવ્યા અથવા પોતાની મૃત્યુથી મરી ગયા, અલ્લાહ તેમને સારી રોજી આપશે, અને બેશક અલ્લાહ (તઆલા) સૌથી શ્રેષ્ઠ રોજી આપનાર છે.


لَیُدْخِلَنَّهُمْ مُّدْخَلًا یَّرْضَوْنَهٗ ؕ وَ اِنَّ اللّٰهَ لَعَلِیْمٌ حَلِیْمٌ (59)

(૫૯) તેમને અલ્લાહ (તઆલા) એવી જગ્યાએ પહોંચાડશે કે તેઓ તેનાથી પ્રસન્ન થઈ જશે, બેશક અલ્લાહ (તઆલા) જાણવાવાળો અને સહનશીલ છે.


ذٰلِكَ ۚ وَ مَنْ عَاقَبَ بِمِثْلِ مَا عُوْقِبَ بِهٖ ثُمَّ بُغِیَ عَلَیْهِ لَیَنْصُرَنَّهُ اللّٰهُ ؕ اِنَّ اللّٰهَ لَعَفُوٌّ غَفُوْرٌ (60)

(૬૦) વાત એ જ છે અને જેણે બદલો લીધો એવી જ રીતે જેવી રીતે તેમના સાથે કરવામાં આવ્યુ, પછી જો તેના સાથે અતિરેક કરવામાં આવે તો બેશક અલ્લાહ (તઆલા) જાતે તેની મદદ કરશે, બેશક અલ્લાહ (તઆલા) ક્ષમા કરવાવાળો અને દરગુજર કરવાવાળો છે.


ذٰلِكَ بِاَنَّ اللّٰهَ یُوْلِجُ الَّیْلَ فِی النَّهَارِ وَ یُوْلِجُ النَّهَارَ فِی الَّیْلِ وَ اَنَّ اللّٰهَ سَمِیْعٌۢ بَصِیْرٌ (61)

(૬૧) આ એટલા માટે કે અલ્લાહ રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં લઈ જાય છે અને બેશક અલ્લાહ (તઆલા) સાંભળવાવાળો અને જોવાવાળો છે.


ذٰلِكَ بِاَنَّ اللّٰهَ هُوَ الْحَقُّ وَ اَنَّ مَا یَدْعُوْنَ مِنْ دُوْنِهٖ هُوَ الْبَاطِلُ وَ اَنَّ اللّٰهَ هُوَ الْعَلِیُّ الْكَبِیْرُ (62)

(૬૨) આ બધું એટલા માટે કે અલ્લાહ જ સત્ય છે અને તેના સિવાય જેને પણ આ લોકો પોકારે છે તેઓ અસત્ય છે અને બેશક અલ્લાહ (તઆલા) સર્વોપરી અને મહાન છે.


اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً {ز} فَتُصْبِحُ الْاَرْضُ مُخْضَرَّةً ؕ اِنَّ اللّٰهَ لَطِیْفٌ خَبِیْرٌۚ (63)

(૬૩) શું તમે જોતા નથી કે અલ્લાહ (તઆલા) આકાશમાંથી પાણી વરસાવે છે તો ધરતી લીલીછમ થઈ જાય છે, બેશક અલ્લાહ (તઆલા) સૂક્ષ્મદર્શી અને ખબર રાખવાવાળો છે.


لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِ ؕ وَ اِنَّ اللّٰهَ لَهُوَ الْغَنِیُّ الْحَمِیْدُ ۧ (64)

(૬૪) આકાશો અને ધરતીમાં જે કંઈ છે તેનું જ છે અને બેશક અલ્લાહ તે જ છે બેનિયાઝ (નિરપેક્ષ) પ્રશંસિત. (ع-૮)