Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૨૩૨) અને જયારે તમે પોતાની સ્ત્રીઓને તલાક આપો અને તે પોતાની ઈદ્દત પૂરી કરી લે, તો તેમને તેમના પતિઓથી નિકાહ કરવાથી ન રોકો, જયારે કે તેઓ એકબીજાથી ભલાઈના એતબારથી રાજી હોય. આ તાલીમ તેમને આપવામાં આવે છે જેને અલ્લાહ (તઆલા) પર અને કયામતના દિવસ પર યકીન અને ઈમાન હોય, તેમાં તમારી સ્વચ્છતા અને પવિત્રતા છે અને અલ્લાહ (તઆલા) જાણે છે તમે નથી જાણતા.
(૨૩૩) અને માતાઓ પોતાની સંતાનને પૂરા બે વર્ષ દૂધ પિવડાવે, જેમનો ઈરાદો દૂધ પિવડાવવાની પૂરી મુદ્દતનો હોય,[119] અને જેની સંતાન છે તેની જવાબદારી છે કે તેમને રોટી કપડા આપે, જે ભલાઈના સાથે હોય. દરેક માણસને એટલી જ તકલીફ આપવામાં આવે છે જેટલી તેની શક્તિ હોય, માતાને તેની સંતાનને કારણે અથવા પિતાને તેની સંતાનને કારણે તેને કોઈ નુકશાન પહોંચાડવામાં ન આવે,[120] વારસદાર પર પણ તેના જેવી જ જવાબદારી છે પછી જો બંને (માતા-પિતા) પોતાની સંમતિથી અને આપસમાં સલાહથી દૂધ છોડાવવા ઈચ્છે તો બંને પર કોઈ ગુનોહ નથી, જો તમે પોતાની સંતાનોને દૂધ પિવડાવવા ઈચ્છો છો તો પણ તમારા પર કોઈ ગુનોહ નથી જ્યારે કે તમે તેમના દુનિયાના રિવાજથી તેમને આપી દો, અલ્લાહ (તઆલા)થી ડરતા રહો કે અલ્લાહ તમારા અમલોને જોઈ રહ્યો છે
(૨૩૪) તમારામાંથી જે લોકો મરી જાય અને પત્નીઓ છોડી જાય, તે સ્ત્રીઓ પોતાને ચાર માસ અને દસ દિવસ ઈદ્દતમાં રાખે,[121] પછી જયારે મુદ્દત પૂરી કરી લે તો જે ભલાઈની સાથે પોતાના માટે કરે તેમાં તમારી પર કોઈ ગુનોહ નથી, અને અલ્લાહ (તઆલા) તમારા દરેક અમલોને જાણનાર છે.
(૨૩૫) અને તમારા પર એમાં કોઈ ગુનોહ નથી કે તમે ઈશારાથી અથવા અસ્પષ્ટ રીતે આ સ્ત્રીઓથી નિકાહ વિષે કહો અથવા પોતાના દિલમાં ઈરાદો છુપાઓ, અલ્લાહ (તઆલા)ને ઈલ્મ છે કે તમે જરૂર તેને યાદ કરશો, પરંતુ તમે તેમનાથી છુપાઈને વાયદો ન કરી લો, હા, એ વાત અલગ છે કે તમે સારી વાતો બોલ્યા કરો અને જયાં સુધી ઈદ્દતની મુદ્દત પૂરી ન થાય નિકાહનું બંધન મજબૂત ન કરો, જાણી લો, કે અલ્લાહ (તઆલા)ને તમારા દિલની વાતોનું પણ ઈલ્મ છે, તમે તેનાથી ડરતા રહો અને એ પણ જાણી લો, અલ્લાહ (તઆલા, માફ કરનાર અને સહત્નશીલ છે.