(૧૯૫) છેવટે તેમના રબે તેમની દુઆ કબૂલ કરી કે તમારામાંથી કોઈ કર્મ કરવાવાળાના કર્મને પછી તે પુરૂષ હોય કે સ્ત્રી હું કદી બેકાર નથી કરતો. તમે પરસ્પર એકબીજાથી છો, એટલા માટે તે લોકો જેમણે હિજરત કરી અને પોતાના ધરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને જેમને મારા માર્ગમાં તકલીફ પહોંચાડવામાં આવી અને જેમણે જિહાદ કર્યો અને શહીદ કરવામાં આવ્યા, જરૂર હું તેમની બૂરાઈઓને તેમનાથી દૂર કરી દઈશ અને તેમને તે જન્નતમાં લઈ જઈશ, જેની નીચે નહેરો વહે છે, આ છે બદલો અલ્લાહ (તઆલા)ના તરફથી અને અલ્લાહ (તઆલા) પાસે જ ઉત્તમ બદલો છે.