(૫૨) અને તમે તેમને નીકાળો નહિં જેઓ સવાર-સાંજ પોતાના રબની બંદગી કરે છે, ખાસ કરીને તેની પ્રસન્નતાની ફિકર કરે છે, તેમનો હિસાબ જરા પણ તમારાથી સંબંધિત નથી, અને તમારો હિસાબ જરા પણ તેમનાથી સંબંધિત નથી કે તમે તેમને નીકાળી દો, બલ્કે તમે જુલમ કરનારાઓમાંથી થઈ જશો.