(૩૦) શું કાફિરોએ એ ન જોયું[1] કે (આ) આકાશ અને ધરતી (તમામ) એકબીજા સાથે જોડાયેલા હતા, પછી અમે તેને અલગ-અલગ કર્યા, અને દરેક સજીવને અમે પાણીથી પેદા કર્યા,[2] શું આ લોકો પછી પણ ઈમાન નથી લાવતા ?
(૩૧) અને અમે ધરતી ઉપર પહાડ બનાવી દીધા, જેથી તે સૃષ્ટિને હલાવી ન શકે, અને અમે આમાં તેમના વચ્ચે પહોળા રસ્તાઓ બનાવી દીધા જેથી તેઓ રસ્તો મેળવી શકે.
(૩૨) અને આકાશને અમે એક સુરક્ષિત છત બનાવી છે, પરંતુ તે લોકો તેની નિશાનીઓ પર ધ્યાન નથી આપતા.
(૩૩) અને તે (અલ્લાહ) છે જેણે રાત અને દિવસ તથા સૂર્ય અને ચંદ્રને બનાવ્યા,[1] તેમનામાંથી બધા પોતપોતાની કક્ષામાં તરી રહ્યા છે.[2]
(૩૪) અને તમારા પહેલા અમે કોઈ પણ મનુષ્યને અમરત્વ (હંમેશગી) નથી આપ્યુ, પછી શું જો તમે મરી ગયા, તો આ લોકો હંમેશા જીવતા રહી જશે ? [1]
(૩૫) દરેક જીવ ને મૃત્યુનો સ્વાદ ચાખવાનો છે, અને અમે અજમાયશ માટે તમને બૂરાઈ-ભલાઈમાં નાખીએ છીએ,[1] અને તમે બધા અમારા તરફ પાછા ફરશો.
(૩૬) અને જે લોકોએ કુફ્ર કર્યુ, તેઓ જયારે તમને જુએ છે, તો બસ તમારો મજાક ઉડાવે છે, (કહે છે) કે શું આ જ છે તે વ્યક્તિ જે તમારા મા'બૂદોની ચર્ચા બૂરાઈથી કરે છે ? અને તેઓ પોતે જ રહમાન (કૃપાળુ) નો ઝિક્ર (મહિમા) કરવાથી ઈન્કાર કરે છે.
(૩૭) મનુષ્ય જન્મથી જ ઉતાવળો છે, હું તમને પોતાની નિશાનીઓ જલ્દી દેખાડીશ, તમે મારા પાસે જલ્દી ન કરો.
(૩૮) અને કહે છે કે, “જો સાચા હોવ તો બતાવો કે તે વાયદો ક્યારે પૂરો થશે ?”
(૩૯) જો આ કાફિરો જાણતા કે તે સમયે ન તો આગને પોતાના ચહેરા પરથી હટાવી શકશે અને ન પોતાની પીઠો પરથી, અને ન તેમની મદદ કરવામાં આવશે.
(૪૦) હાં, જરૂર વાયદાનો સમય (કયામતનો દિવસ) તેમના પાસે અચાનક આવી જશે અને તેમને તે એકાએક ઝડપી લેશે, પછી ન તો આ લોકો તેને ટાળી શકશે અને ન એમને થોડો પણ સમય આપવામાં આવશે.
(૪૧) અને તમારા પહેલાના રસૂલોનો પણ મજાક ઉડાવવામાં આવ્યો, તો જેમણે મજાક કર્યો તે જ વસ્તુએ તેમને ઘેરી લીધા જેનો તેઓ મજાક ઉડાવતા હતા. (ع-૩)