Surah Al-Qadr
સૂરહ અલ-કદ્ર
સૂરહ અલ-કદ્ર
સૂરહ અલ-કદ્ર (૯૭)
શક્તિ
સૂરહ અલ-કદ્ર[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પાંચ (૫) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) બેશક અમે આને (કુરઆનને) કદ્ર (બરકત)ની રાત્રિમાં અવતરિત કર્યું છે.[2]
(૨) તમને શું ખબર કે કદ્ર (બરક્ત)ની રાત્રિ શું છે ?
(૩) કદ્ર (બરક્ત)ની રાત્રિ હજાર મહીનાઓથી બહેતર છે.
(૪) તેમાં (દરેક કાર્યને પૂર્ણ કરવા માટે) પોતાના રબના હુકમથી ફરિશ્તા અને રૂહ (જિબ્રઈલ) ઉતરે છે.[3]
(૫)આ રાત્રિ સંપૂર્ણ સલામતિની હોય છે, અને ફજર (પરોઢ) ના નીકળવા સુધી (હોય છે). (ع-૧)