(૬૧) અને જ્યારે અમે ફરિશ્તાઓને હુકમ આપ્યો કે આદમને સિજદો કરો તો ઈબ્લીસના સિવાય બધાએ કર્યો, તેણે કહ્યું કે, “શું હું તેને સિજદો કરું જેને તેં માટીથી બનાવ્યો છે?”
(૬૨) સારું જોઈ લે તેં મારા પર તેને શ્રેષ્ઠતા આપી છે પરંતુ જો તેં મને કયામત સુધી મોકો આપ્યો તો હું તેની સંતાનને ઘણા ઓછા લોકો સિવાય પોતાના વશમાં કરી લઈશ.
(૬૩) હુકમ થયો કે, “જા, તેમનામાંથી જે પણ તારો પેરોકાર થઈ જશે તો તમારા બધાની સજા જહન્નમ છે, જે ભરપૂર બદલો છે.
(૬૪) તેમનામાંથી જેને પણ તું પોતાની વાતથી બહેકાવી શકે તેને બહેકાવી લે અને તેમના પર પોતાના સવાર અને સિપાહીઓ ચઢાવી લાવ, અને તેમના માલ અને સંતાનમાંથી પોતાનો પણ ભાગ લગાવ, અને તેમને જૂઠો વાયદો આપી દે, તેમના સાથે જેટલા પણ વચનો શેતાનના હોય છે તે બધા પૂરી રીતે ધોખો છે.[1]
(૬૫) મારા સાચા બંદાઓ પર તને કોઈ પ્રભુત્વ પ્રાપ્ત થશે નહીં, અને તારો રબ જ પૂરતો છે ભરોસો કરવા માટે.
(૬૬) તમારો રબ તો તે છે જે તમારા માટે સમુદ્રમાં નૌકાઓ ચલાવે છે જેથી તમે તેની કૃપાની શોધ કરો, તે તમારા ઉપર ખૂબ દયા કરવાવાળો છે.
(૬૭) અને સમુદ્રમાં મુસીબત પહોંચતા જ જેને-જેને તમે પોકારતા હતા તે બધાને ભૂલી જાઓ છો, ફક્ત તે જ (અલ્લાહ) બાકી રહી જાય છે, પછી જ્યારે તે તમને જમીન તરફ સલામત લઈ આવે છે તો તમે મોઢું ફેરવી લો છો, મનુષ્ય ઘણો જ નાશુક્રો (અપકારી) છે.
(૬૮) તો શું તમે આનાથી નિર્ભય થઈ ગયા કે તમને ધરતીના કોઈ ભાગમાં (લઈ જઈને ધરતીમાં) ખૂંપાવી દે અથવા તમારા પર પથ્થરો વરસાવતુ તોફાન મોકલી દે, પછી તમે પોતાના માટે મદદગાર ન મેળવી શકો?
(૬૯) શુ તમે એ વાતથી નિર્ભય થઈ ગયા છો કે (અલ્લાહ તઆલા) ફરીથી તમને સમુદ્રના સફર પર લઈ જાય અને તમારા પર પ્રચંડ તોફાની હવા મોકલી દે અને તમારા કુફ્રના કારણે તમને ડુબાડી દે, પછી તમે પોતાના માટે અમારા ઉપર તેનો દાવો (પીછો) કરવાવાળો કોઈને નહિ પામો.
(૭૦) અને બેશક અમે આદમની સંતાનને મોટી ઈજ્જત આપી[1] અને તેમને જમીન અને પાણી પરની સવારીઓ આપી, અને તેમને શુદ્ધ વસ્તુઓમાંથી રોજી આપી અને અમારી ઘણી મખ્લૂક પર તેમને શ્રેષ્ઠતા આપી. (ع-૭)