Surah Al-'Ankabut
સૂરહ અલ-અન્કબૂત
રૂકૂઅ : ૭
આયત ૬૪ થી ૬૯
وَ مَا هٰذِهِ الْحَیٰوةُ الدُّنْیَاۤ اِلَّا لَهْوٌ وَّ لَعِبٌ ؕ وَ اِنَّ الدَّارَ الْاٰخِرَةَ لَهِیَ الْحَیَوَانُ ۘ لَوْ كَانُوْا یَعْلَمُوْنَ (64)
(૬૪) અને દુનિયાની આ જિંદગી તો ફક્ત મનોરંજન અને ખેલકૂદ છે. હા, અસલ જિંદગી તો આખિરતનું ઘર છે જો આ લોકો જાણતા હોત.
فَاِذَا رَكِبُوْا فِی الْفُلْكِ دَعَوُا اللّٰهَ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ ۚ٥ فَلَمَّا نَجّٰىهُمْ اِلَى الْبَرِّ اِذَا هُمْ یُشْرِكُوْنَۙ (65)
(૬૫) જ્યારે આ લોકો નૌકામાં સવાર થાય છે ત્યારે અલ્લાહ (તઆલા)ને જ પોકારે છે તેના માટે બંદગીને વિશિષ્ટ કરીને, પછી જ્યારે એમને જમીન તરફ સલામત રીતે લઈ આવે છે તો તે સમયે શિર્ક કરવા લાગે છે.
لِیَكْفُرُوْا بِمَاۤ اٰتَیْنٰهُمْ ۙۚ وَ لِیَتَمَتَّعُوْا {وقفة} فَسَوْفَ یَعْلَمُوْنَ (66)
(૬૬) જેથી અમારા કરેલા ઉપકારોથી ફરી જાય અને ફાયદામંદ થતા રહે છે, ટૂંક સમયમાં જ એમને ખબર પડી જશે.
اَوَ لَمْ یَرَوْا اَنَّا جَعَلْنَا حَرَمًا اٰمِنًا وَّ یُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ ؕ اَفَبِالْبَاطِلِ یُؤْمِنُوْنَ وَ بِنِعْمَةِ اللّٰهِ یَكْفُرُوْنَ (67)
(૬૭) શું આ લોકો જોતા નથી કે અમે હરમને શાંતિમય જગ્યા બનાવી દીધી, જો કે એની નજીકના વિસ્તારમાં લોકો આંચકી લેવામાં આવે છે, શું પછી પણ આ લોકો અસત્ય પર યકીન રાખે છે અને અલ્લાહ (તઆલા)ની ને'મતોનો ઈન્કાર કરે છે ?
وَ مَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوْ كَذَّبَ بِالْحَقِّ لَمَّا جَآءَهٗ ؕ اَلَیْسَ فِیْ جَهَنَّمَ مَثْوًى لِّلْكٰفِرِیْنَ (68)
(૬૮) અને તે વ્યક્તિથી મોટો જાલિમ કોણ હશે જે અલ્લાહ (તઆલા) પર જૂઠો આરોપ લગાવે અથવા જ્યારે સત્ય તેના પાસે આવી જાય તો તેનો ઈન્કાર કરે, શું આવા કાફિરોનું ઠેકાણું જહન્નમમાં નહિ હોય ?
وَ الَّذِیْنَ جَاهَدُوْا فِیْنَا لَنَهْدِیَنَّهُمْ سُبُلَنَا ؕ وَ اِنَّ اللّٰهَ لَمَعَ الْمُحْسِنِیْنَ ۧ (69)
(૬૯) અને જે લોકો અમારા માર્ગમાં દુઃખ સહન કરતા રહ્યા છે અમે તેમને અમારો માર્ગ જરૂર દેખાડીશું, બેશક અલ્લાહ (તઆલા) નેકી કરનારાઓના સાથે જ છે. (ع-૭)