Surah Ash-Sharh
સૂરહ અશ્-શરહ
આયત : ૮ | રૂકૂઅ : ૧
સૂરહ અશ્-શરહ (૯૪)
સીનો (છાતી) ખોલવી
સૂરહ અશ્-શરહ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં આઠ (૮) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
اَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ ۙ (1)
(૧) શું અમે તમારા માટે તમારો સીનો (છાતી) નથી ખોલી દીધો ?
وَ وَضَعْنَا عَنْكَ وِزْرَكَ ۙ (2)
(૨) અને તમારા ઉપરથી તમારો બોજ (ભાર) ઉતારી દીધો.
الَّذِیْۤ اَنْقَضَ ظَهْرَكَ ۙ (3)
(૩) જેણે તમારી કેડ (પીઠ) ભાંગી નાંખી હતી.
وَ رَفَعْنَا لَكَ ذِكْرَكَ ؕ (4)
(૪) અને અમે તમારી ચર્ચા (નામ) બુલંદ કરી દીધી.
فَاِنَّ مَعَ الْعُسْرِ یُسْرًا ۙ (5)
(૫) તો બેશક તંગીના સાથે આસાની છે.
اِنَّ مَعَ الْعُسْرِ یُسْرًا ؕ (6)
(૬) બેશક તંગીના સાથે આસાની છે.
فَاِذَا فَرَغْتَ فَانْصَبْ ۙ (7)
(૭) તો જ્યારે તમે પરવારી જાવ તો (ઈબાદત)માં મહેનત કરો.
وَ اِلٰى رَبِّكَ فَارْغَبْ ۧ (8)
(૮) અને પોતાના રબ તરફ દિલ લગાવો. (ع-૧)