Surah At-Tawbah

સૂરહ અત્‌ તૌબા

રૂકૂઅ : ૩

આયત ૧૭ થી ૨૪

مَا كَانَ لِلْمُشْرِكِیْنَ اَنْ یَّعْمُرُوْا مَسٰجِدَ اللّٰهِ شٰهِدِیْنَ عَلٰۤى اَنْفُسِهِمْ بِالْكُفْرِ ؕ اُولٰٓئِكَ حَبِطَتْ اَعْمَالُهُمْ ۖۚ وَ فِی النَّارِ هُمْ خٰلِدُوْنَ (17)

(૧૭) શક્ય નથી કે મૂર્તિપૂજકો અલ્લાહની મસ્જિદોને આબાદ કરે, જયારે કે હાલત એ છે કે તેઓ પોતાના કુફ્રના પોતે ગવાહ છે તેમના કર્મો બેકાર અને બરબાદ છે અને તેઓ હંમેશાના માટે જહન્નમવાસી છે.


اِنَّمَا یَعْمُرُ مَسٰجِدَ اللّٰهِ مَنْ اٰمَنَ بِاللّٰهِ وَ الْیَوْمِ الْاٰخِرِ وَ اَقَامَ الصَّلٰوةَ وَ اٰتَى الزَّكٰوةَ وَ لَمْ یَخْشَ اِلَّا اللّٰهَ فَعَسٰۤى اُولٰٓئِكَ اَنْ یَّكُوْنُوْا مِنَ الْمُهْتَدِیْنَ (18)

(૧૮) અલ્લાહની મસ્જિદોને તો તે લોકો આબાદ કરે છે, જેઓ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન રાખતા હોય, નમાઝ બરાબર પઢતા હોય, ઝકાત આપતા હોય, અને અલ્લાહ સિવાય કોઈનાથી ન ડરતા હોય, શક્ય છે કે આ લોકો બેશક હિદાયત પામેલા છે.


اَجَعَلْتُمْ سِقَایَةَ الْحَآجِّ وَ عِمَارَةَ الْمَسْجِدِ الْحَرَامِ كَمَنْ اٰمَنَ بِاللّٰهِ وَ الْیَوْمِ الْاٰخِرِ وَ جٰهَدَ فِیْ سَبِیْلِ اللّٰهِ ؕ لَا یَسْتَوٗنَ عِنْدَ اللّٰهِ ؕ وَ اللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَۘ (19)

(૧૯) શું તમે હાજીઓને પાણી પીવડાવી દેવું અને મસ્જિદે હરામની સેવા કરવું તેના સમાન કરી દીધું કે જેઓ અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઈમાન લાવ્યા અને અલ્લાહના માર્ગમાં જિહાદ કર્યો, આ અલ્લાહની નજદીક સમાન નથી, અને અલ્લાહ (તઆલા) જાલિમોને માર્ગ નથી દેખાડતો.


اَلَّذِیْنَ اٰمَنُوْا وَ هَاجَرُوْا وَ جٰهَدُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ بِاَمْوَالِهِمْ وَ اَنْفُسِهِمْ ۙ اَعْظَمُ دَرَجَةً عِنْدَ اللّٰهِ ؕ وَ اُولٰٓئِكَ هُمُ الْفَآئِزُوْنَ (20)

(૨૦) જે લોકો ઈમાન લાવ્યા, હિજરત કરી, અલ્લાહના માર્ગમાં પોતાના જાન અને માલથી જિહાદ કર્યો, તેઓ અલ્લાહના સામે ઘણા મોટા દરજ્જાવાળા છે અને આ જ લોકો સફળતા પ્રાપ્ત કરવાવાળા છે.


یُبَشِّرُهُمْ رَبُّهُمْ بِرَحْمَةٍ مِّنْهُ وَ رِضْوَانٍ وَّ جَنّٰتٍ لَّهُمْ فِیْهَا نَعِیْمٌ مُّقِیْمٌۙ (21)

(૨૧) તેમનો રબ તેમને પોતાની કૃપા અને પ્રસન્નતા અને એવી જન્નતોની ખુશખબર આપે છે જેમાં તેમના માટે કાયમી સુખ છે.


خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ اِنَّ اللّٰهَ عِنْدَهٗۤ اَجْرٌ عَظِیْمٌ (22)

(૨૨) તેમાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહના પાસે બેશક ઘણા મોટા બદલાઓ છે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوْۤا اٰبَآءَكُمْ وَ اِخْوَانَكُمْ اَوْلِیَآءَ اِنِ اسْتَحَبُّوا الْكُفْرَ عَلَى الْاِیْمَانِ ؕ وَ مَنْ یَّتَوَلَّهُمْ مِّنْكُمْ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ (23)

(૨૩) અય ઈમાનવાળાઓ ! પોતાના પિતાઓ અને પોતાના ભાઈઓને દોસ્ત ન બનાવો જો તેઓ કુફ્રને ઈમાનથી વધારે સારૂં સમજે, તમારામાંથી જે કોઈ પણ તેમના સાથે મોહબ્બત રાખશે. તે સંપૂર્ણ રીતે (ગુનેહગાર અને) જાલિમ હશે.


قُلْ اِنْ كَانَ اٰبَآؤُكُمْ وَ اَبْنَآؤُكُمْ وَ اِخْوَانُكُمْ وَ اَزْوَاجُكُمْ وَ عَشِیْرَتُكُمْ وَ اَمْوَالُ اِ۟قْتَرَفْتُمُوْهَا وَ تِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَ مَسٰكِنُ تَرْضَوْنَهَاۤ اَحَبَّ اِلَیْكُمْ مِّنَ اللّٰهِ وَ رَسُوْلِهٖ وَ جِهَادٍ فِیْ سَبِیْلِهٖ فَتَرَبَّصُوْا حَتّٰى یَاْتِیَ اللّٰهُ بِاَمْرِهٖ ؕ وَ اللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْفٰسِقِیْنَ ۧ (24)

(૨૪) (તમે) કહી દો કે જો તમારા પિતાઓ, તમારા પુત્રો, અને તમારા ભાઈઓ અને તમારી પત્નીઓ અને તમારો વંશ અને તમારો માલ જે તમે કમાયો છે અને તે વેપાર ધંધા જેના મંદ પડવાથી તમે ડરો છો, અને તે ઘર જેને તમે પસંદ કરો છો (જો) આ તમને અલ્લાહ અને તેના રસૂલ અને અલ્લાહના માર્ગમાં જિહાદથી વધારે પસંદ છે તો તમે) રાહ જુઓ કે અલ્લાહ (તઆલા) પોતાનો અઝાબ લઈ આવે, અલ્લાહ તઆલા ફાસિકોને માર્ગ નથી દેખાડતો. (ع-)