(૨૯) તમે (રસૂલ) કહી દો કે, “મારા રબે મને ન્યાયનો હુકમ આપ્યો છે, અને દરેક સિજદા વખતે પોતાના ચહેરાને સીધી દિશામાં કરી લો અને તેના (અલ્લાહના) માટે ધર્મને ખાલિસ (વિશિષ્ટ) કરીને તેને પોકારો, તેણે જેવી રીતે તમને શરૂઆતમાં પેદા કર્યા એવી રીતે ફરીથી પેદા થશો.”