Surah At-Tawbah

સૂરહ અત્‌ તૌબા

રૂકૂઅ : ૧૧

આયત ૮૧ થી ૮૯

فَرِحَ الْمُخَلَّفُوْنَ بِمَقْعَدِهِمْ خِلٰفَ رَسُوْلِ اللّٰهِ وَ كَرِهُوْۤا اَنْ یُّجَاهِدُوْا بِاَمْوَالِهِمْ وَ اَنْفُسِهِمْ فِیْ سَبِیْلِ اللّٰهِ وَ قَالُوْا لَا تَنْفِرُوْا فِی الْحَرِّ ؕ قُلْ نَارُ جَهَنَّمَ اَشَدُّ حَرًّا ؕ لَوْ كَانُوْا یَفْقَهُوْنَ (81)

(૮૧) પાછળ રહી જનારા લોકો રસૂલુલ્લાહ (ﷺ) ની વિરૂધ્ધ પોતાના બેસી રહેવા પર રાજી છે તેમને અલ્લાહના માર્ગમાં પોતાના માલ અને પોતાની જાનથી જિહાદ કરવું ગમ્યુ નહિં, અને તેમણે કહી દીધું કે, “આવી ગરમીમાં ન નીકળો.” કહી દો કે, “જહન્નમની આગ આનાથી પણ ગરમ છે,” કાશ કે તેઓ સમજતા.


فَلْیَضْحَكُوْا قَلِیْلًا وَّ لْیَبْكُوْا كَثِیْرًا ۚ جَزَآءًۢ بِمَا كَانُوْا یَكْسِبُوْنَ (82)

(૮૨) અને તેમને જોઈએ કે ઘણું ઓછું હસે અને વધારે રડે, તેના બદલામાં જેને તેઓ કરતા રહ્યા.


فَاِنْ رَّجَعَكَ اللّٰهُ اِلٰى طَآئِفَةٍ مِّنْهُمْ فَاسْتَاْذَنُوْكَ لِلْخُرُوْجِ فَقُلْ لَّنْ تَخْرُجُوْا مَعِیَ اَبَدًا وَّ لَنْ تُقَاتِلُوْا مَعِیَ عَدُوًّا ؕ اِنَّكُمْ رَضِیْتُمْ بِالْقُعُوْدِ اَوَّلَ مَرَّةٍ فَاقْعُدُوْا مَعَ الْخٰلِفِیْنَ (83)

(૮૩) તો જો અલ્લાહ (તઆલા) તમને તેમના કોઈ જૂથ તરફ પાછા લઈ જાય પછી તેઓ તમારા પાસે લડાઈના મેદાનમાં નીકળવાની પરવાનગી માગે તો તમે કહી દેજો કે, “તમે મારા સાથે કદાપિ નથી આવી શકતા, અને ન મારા સાથે રહીને દુશ્મનો સાથે લડી શકો છો, તમે પહેલા બેસી રહેવાને સારૂ સમજ્યુ હતું, તો હવે તમે પાછળ રહી જનારાઓમાં જ બેસી રહો.


وَ لَا تُصَلِّ عَلٰۤى اَحَدٍ مِّنْهُمْ مَّاتَ اَبَدًا وَّ لَا تَقُمْ عَلٰى قَبْرِهٖ ؕ اِنَّهُمْ كَفَرُوْا بِاللّٰهِ وَ رَسُوْلِهٖ وَ مَاتُوْا وَ هُمْ فٰسِقُوْنَ (84)

(૮૪) અને તેમનામાંથી કોઈ મૃત્યુ પામે તો તેના જનાઝા પર કદી પણ નમાઝ ન પઢો અને ન તેની કબર પાસે ઊભા રહો, આ લોકો અલ્લાહ અને તેના રસૂલનો ઈન્કાર કરવાવાળા છે અને મૃત્યુ સુધી ફાસિક જ રહ્યા છે.


وَ لَا تُعْجِبْكَ اَمْوَالُهُمْ وَ اَوْلَادُهُمْ ؕ اِنَّمَا یُرِیْدُ اللّٰهُ اَنْ یُّعَذِّبَهُمْ بِهَا فِی الدُّنْیَا وَ تَزْهَقَ اَنْفُسُهُمْ وَ هُمْ كٰفِرُوْنَ (85)

(૮૫) અને તમને તેમના માલ અને સંતાન કંઈ પણ સારા ન લાગે, અલ્લાહ (તઆલા) એ જ ઈચ્છે છે કે તેમને આ વસ્તુઓથી દુનિયાની સજા આપે અને તેઓ પોતાના જીવ નીકળે ત્યાં સુધી કાફિર જ રહે.


وَ اِذَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ اَنْ اٰمِنُوْا بِاللّٰهِ وَ جَاهِدُوْا مَعَ رَسُوْلِهِ اسْتَاْذَنَكَ اُولُوا الطَّوْلِ مِنْهُمْ وَ قَالُوْا ذَرْنَا نَكُنْ مَّعَ الْقٰعِدِیْنَ (86)

(૮૬) અને જ્યારે કોઈ સૂરહ ઉતારવામાં આવે છે કે અલ્લાહ પર ઈમાન લાવો અને તેના રસૂલ સાથે મળીને જિહાદ કરો, તો તેમનામાંથી માલદારોનું એક જૂથ તમારા પાસે આવીને એવું કહીને પરવાનગી લઈ લે છે કે અમને તો બેસી રહેનારાઓમાં જ છોડી દો.


رَضُوْا بِاَنْ یَّكُوْنُوْا مَعَ الْخَوَالِفِ وَ طُبِعَ عَلٰى قُلُوْبِهِمْ فَهُمْ لَا یَفْقَهُوْنَ (87)

(૮૭) આ લોકો તો ઘરમાં રહેનારી સ્ત્રીઓને સાથ આપવા પર રાજી થઈ ગયા, અને તેમના દિલો પર મહોર મારી દેવામાં આવી, અને તેઓ હવે કંઈ પણ સૂઝબૂઝ નથી ધરાવતા.


لٰكِنِ الرَّسُوْلُ وَ الَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ جٰهَدُوْا بِاَمْوَالِهِمْ وَ اَنْفُسِهِمْ ؕ وَ اُولٰٓئِكَ لَهُمُ الْخَیْرٰتُ ز وَ اُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ (88)

(૮૮) પરંતુ રસૂલ પોતે અને તેમના સાથેના ઈમાનવાળાઓ, પોતાના માલો અને જાનોથી જિહાદ કરતા રહ્યા છે, તેમના માટે જ ભલાઈ છે અને આવા લોકો જ સફળતા પ્રાપ્ત કરવાવાળા છે.


اَعَدَّ اللّٰهُ لَهُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ ذٰلِكَ الْفَوْزُ الْعَظِیْمُ ۧ (89)

(૮૯) તેમના માટે જ અલ્લાહ (તઆલા) એ જન્નત તૈયાર કરી છે, જેની નીચે નહેરો વહી રહી છે જેમાં તેઓ હંમેશા રહેશે, આ જ ઘણી મોટી કામયાબી છે. (ع-૧૧)