(૮૭) અય ઈમાનવાળાઓ! તે પવિત્ર વસ્તુઓને હરામ ન બનાવો જેને અલ્લાહે તમારા માટે હલાલ બનાવી દીધી છે[62] અને હદથી આગળ ન વધો, બેશક અલ્લાહ (તઆલા) હદથી આગળ વધી જનારને પસંદ નથી કરતો.
(૮૮) અને અલ્લાહ (તઆલા)એ જે વસ્તુઓ તમને આપી છે તેમાંથી પવિત્ર હલાલ વસ્તુઓ ખાઓ અને અલ્લાહ (તઆલા)થી ડરો, જેના પર તમે ઈમાન ધરાવો છો.
(૮૯) અલ્લાહ (તઆલા) તમારી કસમોમાં બેકાર કસમો ૫૨ તમને નથી પકડતો, પરંતુ તેની પકડ કરે છે જે કસમોને તમે મજબૂત કરી દો,[63] તેનો કફ્ફારો દસ ગરીબોને મધ્યમસરનું ખવડાવો, જેવું પોતાના ઘરવાળાઓને ખવડાવો છો,[64] અથવા તેમને કપડા પહેરાવો,[65] અથવા એક દાસ અથવા દાસી આઝાદ કરો,[66] અને જેનાથી આવુ ન થઈ શકે તેઓ ત્રણ દિવસ રોઝા રાખે.[67] આ તમારી કસમોનો કફ્ફરો છે જયારે કે તમે ક્સમ ખાઈ લો અને પોતાની કસમોની રક્ષા કરો, આ રીતે અલ્લાહ (તઆલા) તમારા માટે પોતાના હુકમોનું વર્ણન કરે છે જેથી તમે શુક્રગુજાર (કૃતજ્ઞ) બનો.
(૯૦) અય ઈમાનવાળાઓ! દારૂ, જુગાર અને મૂર્તિઓની જગ્યા અને પાસા ખરાબ શયતાની કામો છે, એટલા માટે તમે તેનાથી અલગ રહો જેથી કામયાબ થઈ જાઓ.[68]
(૯૧) શયતાન ચાહે છે કે દારૂ અને જુગાર વડે તમારા વચ્ચે દુશ્મની અને ઈર્ષા નાખી દે અને તમને અલ્લાહની યાદ અને નમાઝથી રોકી દે તો તમે રોકાઓ છો કે નહિં.[69]
(૯૨) અને અલ્લાહના હુકમોનું પાલન કરો અને રસૂલના હુકમોનું પાલન કરો અને હોંશિયાર રહો અને જો તમે મોઢું ફેરવ્યુ તો જાણી લો કે અમારા રસૂલ ઉ૫૨ સ્પષ્ટપણે સંદેશ પહોંચાડી દેવાનું છે.
(૯૩) એવા લોકો ૫૨ જેઓ ઈમાન રાખતા હોય અને ભલાઈના કામ કરતા હોય, તે વસ્તુમાં કોઈ ગુનોહ નથી જેને તેઓ ખાતા-પીતા હોય, જયારે કે તે લોકો અલ્લાહથી ડરતા હોય અને ઈમાન રાખતા હોય અને ભલાઈના કામ કરતા હોય, પછી પરહેઝગારી કરતા હોય અને ઈમાન રાખતા હોય ફરી પરહેઝગારી કરતા હોય અને ઘણા વધારે ભલાઈના કામ કરતા હોય, અલ્લાહ આવા ભલાઈના કામો કરવાવાળાઓથી મોહબ્બત કરે છે. (ع-૧૨)