(૧૧૬) અલ્લાહ પોતાની સાથે શિર્ક કરવાને કદી પણ માફ નહિં કરે અને તેના સિવાય (ગુનાહોને) જેના માટે ઈચ્છશે માફ કરી દેશે અને જેણે અલ્લાહની સાથે શિર્ક કર્યું તે ઘણો દૂર ભટકી ગયો.
(૧૧૯) અને તેમને માર્ગથી ભટકાવતો રહીશ અને જૂઠી આશાઓ આપતો રહીશ અને તેમને તાલીમ આપીશ કે જાનવરોના કાન ચીરે અને તેમને કહીશ કે અલ્લાહની બનાવેલ સૂરતને બગાડી નાખે. સાંભળો! જે અલ્લાહને છોડીને શયતાનને પોતાનો દોસ્ત બનાવશે તે ખુલ્લા નુકસાનમાં હશે.
(૧૨૨) અને જેઓ ઈમાન લાવે અને નેક કામ કરે, અમે તેમને તે જન્નતોમાં લઈ જઈશું, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે. આ છે અલ્લાહનો વાયદો જે બેશક સાચો છે અને અલ્લાહથી વધારે સાચો પોતાની વાતમાં કોણ હોઈ શકે છે ?
(૧૨૪) અને જે ઈમાનવાળો હોય, ચાહે પુરૂષ હોય અથવા સ્ત્રી અને તે નેક કામ કરે, બેશક આ પ્રકારનાં લોકો જન્નતમાં જશે અને ખજૂરની ગૂઠલીની ફાંક બરાબર પણ તેમનો હક મારવામાં નહિં આવે.
(૧૨૫) અને તેનાથી સારો દીનદાર કોણ હોઈ શકે છે જે અલ્લાહના માટે સંપૂર્ણ આત્મસમર્પણ કરી દે અને તે નેક પણ હોય, અને ઈબ્રાહીમના ધર્મનું અનુસરણ કર્યું હોય જે એકાગ્ર હતા અને ઈબ્રાહીમને અલ્લાહે પોતાનો દોસ્ત બનાવી દીધો છે.