Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૨૧૧) ઈસરાઈલની સંતાનોને પૂછો કે અમે તેમને કેટલી સ્પષ્ટ નિશાનીઓ આપી[98] અને જેઓ અલ્લાહ (તઆલા)ની ને'મત પોતાની પાસે પહોંચી ગયા પછી પણ બદલી નાખે (તેઓ જાણી લે) કે અલ્લાહ (તઆલા) પણ સખત સજાઓ આપવાવાળો છે.
(૨૧૨) કાફિરો માટે દુનિયાની જિંદગી શણગારી દેવામાં આવી છે, અને તેઓ ઈમાનવાળાઓથી હંસી મજાક કરે છે[99] પરંતુ જેઓ પરહેઝગાર છે તેઓ કયામતના દિવસે તેમનાથી ખૂબ મોટા હશે, અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે છે બેશુમાર આપે છે.
(૨૧૩) હકીકતમાં લોકો એક જ ઉમ્મત હતા, પછી અલ્લાહ (તઆલા)એ નબીઓને ખુશખબર આપવા અને ચેતવણી આપવા માટે મોકલ્યા અને તેમની સાથે કિતાબ ઉતારી, જેથી લોકોના દરેક મતભેદોનો ફેંસલો થઈ જાય. અને ફક્ત તે લોકોને જે આપવામાં આવેલ હતું પોતાની પાસે દલીલ આવી જવા છતાં પરસ્પર ઈર્ષા અને ઘમંડના કારણે તેમાં મતભેદો કર્યા, એટલા માટે અલ્લાહ (તઆલા)એ ઈમાનવાળાઓના આ મતભેદમાં પણ સત્ય તરફ પોતાની ખુશીથી હિદાયત આપી અને અલ્લાહ જેને ઈચ્છે તેને સીધા રસ્તા તરફ દોરી જાય છે.
(૨૧૪) શું તમે એવો વિચાર કરીને બેઠા છો કે જન્નતમાં ચાલ્યા જશો? જો કે હજી સુધી તમારા પર તે હાલત નથી આવી જે તમારાથી પહેલાનાઓ પર આવી,[100] તેમને ગરીબી અને બીમારી પહોંચી, અને તેઓને ત્યાં સુધી હચમચાવી નાખવામાં આવ્યા કે રસૂલ અને તેમની સાથેના ઈમાનવાળાઓ કહેવા લાગ્યા કે અલ્લાહની મદદ ક્યારે આવશે? સાંભળી રાખો કે અલ્લાહની મદદ નજીક જ છે.
(૨૧૫) તમને પૂછે છે કે તેઓ શું ખર્ચ કરે, તમે કહી દો જે માલ તમે ખર્ચ કરો તે માતા-પિતા માટે, રિશ્તેદારો, અનાથો અને ગરીબો તથા મુસાફરોના માટે છે અને તમે જે કંઈ ભલાઈ કરશો અલ્લાહ (તઆલા) ને તેનું ઈલ્મ છે.
(૨૧૬) તમારા પર જિહાદ ફર્ઝ કરવામાં આવ્યો, ભલે ને તે તમારા માટે કઠિન માલૂમ થાય, હોઈ શકે કે તમે કોઈ વસ્તુને ખરાબ સમજો અને હકીકતમાં તે તમારા માટે સારી હોય, અને એ પણ થઈ શકે છે કે તમે જે વસ્તુને સારી સમજો અને તે તમારા માટે ખરાબ હોય, સાચુ ઈલ્મ તો અલ્લાહને જ છે તમે ફક્ત અજાણ છો.