Surah Az-Zukhruf
સૂરહ અઝ્-ઝુખરુફ
રૂકૂઅ : ૪
આયત ૩૬ થી ૪૫
وَ مَنْ یَّعْشُ عَنْ ذِكْرِ الرَّحْمٰنِ نُقَیِّضْ لَهٗ شَیْطٰنًا فَهُوَ لَهٗ قَرِیْنٌ (36)
(૩૬) અને જે મનુષ્ય અલ્લાહની યાદથી સુસ્તી કરે અમે તેના પર એક શેતાન નિર્ધારિત કરી દઈએ છીએ, તે જ તેનો સાથી રહે છે.
وَ اِنَّهُمْ لَیَصُدُّوْنَهُمْ عَنِ السَّبِیْلِ وَ یَحْسَبُوْنَ اَنَّهُمْ مُّهْتَدُوْنَ (37)
(૩૭) અને તે તેમને માર્ગથી રોકે છે અને આ લોકો એવા ખયાલમાં રહે છે કે તેઓ સંમાર્ગ (હિદાયત) પામેલા છે.
حَتّٰۤى اِذَا جَآءَنَا قَالَ یٰلَیْتَ بَیْنِیْ وَ بَیْنَكَ بُعْدَ الْمَشْرِقَیْنِ فَبِئْسَ الْقَرِیْنُ (38)
(૩૮) ત્યાં સુધી કે જયારે તેઓ અમારા પાસે આવશે તો શેતાનને કહેશે કે, “કાશ! મારા અને તારા વચ્ચે પૂર્વ અને પશ્ચિમની દૂરી હોત, તું ખૂબ જ ખરાબ સાથી છે.
وَ لَنْ یَّنْفَعَكُمُ الْیَوْمَ اِذْ ظَّلَمْتُمْ اَنَّكُمْ فِی الْعَذَابِ مُشْتَرِكُوْنَ (39)
(૩૯) અને જ્યારે કે તમે જાલિમ સાબિત થઈ ચૂક્યા તો તમને આજે કદી પણ તમારા બધાનું અઝાબમાં સામેલ થવું કોઈ ફાયદો નહિ થાય.
اَفَاَنْتَ تُسْمِعُ الصُّمَّ اَوْ تَهْدِی الْعُمْیَ وَ مَنْ كَانَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ (40)
(૪૦) તો શું તમે બહેરાને સંભળાવી શકો છો અથવા આંધળાને માર્ગ બતાવી શકો છો, અને તેને જેઓ સ્પષ્ટ ગુમરાહીમાં હોય ?
فَاِمَّا نَذْهَبَنَّ بِكَ فَاِنَّا مِنْهُمْ مُّنْتَقِمُوْنَ ۙ (41)
(૪૧) પછી જો અમે તમને અહીંથી લઈ પણ જઈએ, તો પણ અમે તેમનાથી બદલો લેનાર છીએ.
اَوْ نُرِیَنَّكَ الَّذِیْ وَعَدْنٰهُمْ فَاِنَّا عَلَیْهِمْ مُّقْتَدِرُوْنَ (42)
(૪૨) અથવા જે કંઈ તેમનાથી વાયદો કર્યો છે તે તમને દેખાડી દઈએ, અમે આના પર પણ કુદરત (સામર્થ્ય) ધરાવીએ છીએ.
فَاسْتَمْسِكْ بِالَّذِیْۤ اُوْحِیَ اِلَیْكَ ۚ اِنَّكَ عَلٰى صِرَاطٍ مُّسْتَقِیْمٍ (43)
(૪૩) તો જે વહી તમારા તરફ મોકલવામાં આવે છે તેને મજબૂતીથી પકડી રાખો, બેશક તમે સીધા માર્ગ પર છો.
وَ اِنَّهٗ لَذِكْرٌ لَّكَ وَ لِقَوْمِكَ ۚ وَ سَوْفَ تُسْئَلُوْنَ (44)
(૪૪) અને બેશક આ તમારા માટે અને તમારી કોમ માટે નસીહત છે અને નજીકના ભવિષ્યમાં તમને લોકોને પૂછવામાં આવશે.
وَ سْئَلْ مَنْ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رُّسُلِنَاۤ اَجَعَلْنَا مِنْ دُوْنِ الرَّحْمٰنِ اٰلِهَةً یُّعْبَدُوْنَ ۧ (45)
(૪૫) અને અમારા તે નબીઓથી માલુમ કરો જેમને અમે તમારા પહેલા મોકલ્યા હતા કે શું અમે રહમાન સિવાય બીજા મા'બૂદ નિર્ધારિત કર્યા હતા જેમની બંદગી કરવામાં આવે ? (ع-૪)