(૧૦) હે ઈમાનવાળાઓ! શું હું તમને એવો વેપાર બતાઉ[1] કે જે તમને પીડાકારી અઝાબથી બચાવી લે ?
(૧૧) અલ્લાહ (તઆલા) પર અને તેના રસૂલ પર ઈમાન લાવો અને અલ્લાહના માર્ગમાં પોતાના તન, મન અને ધનથી જિહાદ કરો, આ તમારા માટે શ્રેષ્ઠ છે, જો તમારામાં જ્ઞાન હોય.
(૧૨) (અલ્લાહ તઆલા) તમારા ગુનાહોને માફ કરી દેશે અને તમને તે જન્નતોમાં પહોંચાડશે જેના નીચે નહેરો વહેતી હશે અને (શુદ્ધ) સ્વચ્છ ઘરોમાં જે હંમેશા રહેવાવાળી જન્નતોમાં હશે, આ ખુબ મોટી સફળતા છે.
(૧૩) અને તમને એક બીજી વસ્તુ પણ આપશે જેને તમે પસંદ કરો છો, તે અલ્લાહની મદદ અને જલ્દી પ્રાપ્ત થનાર વિજય છે, અને ઈમાનવાળાઓને ખુશખબર આપી દો.
(૧૪) હે ઈમાનવાળાઓ ! તમે અલ્લાહ (તઆલા)ની મદદ કરવાવાળા બની જાઓ,[1] જેવી રીતે (હઝરત) મરયમના પુત્ર (હઝરત) ઈસા એ શિષ્યોને કહ્યું કે, “કોણ છે જે અલ્લાહના માર્ગમાં મારો મદદગાર બને,” (તેમના) મિત્રોએ કહ્યું કે, “અમે અલ્લાહના માર્ગમાં મદદગાર છીએ,” તો ઈસરાઈલની સંતાનમાંથી એક જૂથ તો ઈમાન લઈ આવ્યું અને એક જૂથે ઈન્કાર કર્યો,[2] તો અમે ઈમાનવાળાઓની તેમના દુશ્મનોની સરખામણીમાં મદદ કરી તો તેઓ વિજયી થઈ ગયા. (ع-૨)