(૧૨) તે અલ્લાહ જ છે જેણે તમારા માટે સમુદ્રને આધીન બનાવી દીધો જેથી તેના હુકમથી તેમાં નૌકાઓ ચાલે અને તમે તેની કૃપા શોધો, અને જેથી તમે તેનો આભાર માનો.
(૧૩) અને આકાશો અને ધરતીની દરેક વસ્તુને પણ તેણે પોતાના તરફથી તમારા કાબૂમાં કરી દીધી છે,[1] જે લોકો ચિંતન-મનન કરે છે, બેશક તેમના માટે આમાં ઘણી બધી નિશાનીઓ જોશે.
(૧૪) તમે ઈમાનવાળાઓને કહી દો કે તેઓ તેમને માફ કર્યા કરે જેઓ અલ્લાહના દિવસોની ઉમ્મીદ નથી રાખતા, જેથી અલ્લાહ (તઆલા) એક કોમને તેમના કરતૂતોનો બદલો આપે.
(૧૫) જે કોઈ નેકી કરશે તે પોતાના ભલા માટે અને જે કોઈ બૂરાઈ કરશે તેનું ખરાબ પરિણામ તેના પર જ છે, પછી તમે બધા પોતાના રબ તરફ પાછા ફેરવવામાં આવશો.
(૧૬) અને બેશક અમે ઈસરાઈલની સંતાનને કિતાબ, રાજ્ય[1] અને નબૂવત આપી હતી, અને અમે તેમને પવિત્ર રોજી આપી હતી, અને તેમને દુનિયાવાળાઓ ઉપર શ્રેષ્ઠતા આપી હતી.
(૧૭) અને અમે તેમને ધર્મની સ્પષ્ટ નિશાનીઓ પ્રદાન કરી, ત્યારબાદ તેમણે પોતાના પાસે ઈલ્મ આવી ગયા પછી પરસ્પર દ્વેષ-વિવાદના કારણે મતભેદ કર્યો, આ લોકો જે-જે વાતોમાં મતભેદ કરી રહ્યા છે તેનો ફેંસલો કયામતના દિવસે તેમના વચ્ચે તમારો રબ (જાતે) કરશે.
(૧૮) પછી અમે તમને ધર્મના (સ્પષ્ટ) માર્ગ પર કાયમ કરી દીધા,[1] તો તમે તેના પર લાગેલા રહો અને નાદાનોની ઈચ્છાઓનું અનુસરણ ન કરો.
(૧૯) (યાદ રાખો) કે આ લોકો ક્યારેય અલ્લાહના મુકાબલામાં તમારા કોઈ કામ નહિ આવે. (સમજી લો કે) જાલિમ લોકો પરસ્પર એકબીજાના દોસ્ત હોય છે અને પરહેઝગારોનો દોસ્ત અલ્લાહ છે.
(૨૦) આ (કુરઆન) તમામ લોકો માટે સૂઝ-બૂઝની વાતો છે અને હિદાયત અને રહમત છે, તે લોકો માટે જેઓ વિશ્વાસ કરે.
(૨૧) શું તે લોકો જેઓ બૂરા કામ કરે છે, એવું સમજી બેઠા છે કે અમે તેમને તે લોકો જેવા કરી દઈશું જેઓ ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા જેથી તેમનું જીવવું-મરવું એક્સરખું થઈ જાય ? ખરાબ નિર્ણયો છે જે તેઓ કરી રહ્યા છે.(ع-૨)