(૫૮) અને યૂસુફના ભાઈઓ આવ્યા અને યૂસુફના પાસે ગયા, તેમણે તેઓને ઓળખી લીધા પરંતુ તેઓએ તેમને ઓળખ્યા નહિ[1]
(૫૯) અને જયારે તેમનો સામાન તૈયાર કરાવી દીધો તો કહ્યું કે તમે મારા પાસે તે ભાઈને લાવજો જે તમારા પિતાથી છે, શું તમે ન જોયું કે હું માપ પણ પૂરું ભરીને આપુ છું, અને હું સારી રીતે મહેમાનોની ઈજ્જત કરનારાઓમાંથી પણ છું.
(૬૦) પરંતુ જો તમે તેને મારા પાસે લઈને ન આવ્યા તો મારા તરફથી તમને કશું જ મળશે નહિ, બલ્કે તમે મારી નજીક પણ આવી શકો નહિ.
(૬૧) તેમણે કહ્યું ઠીક છે અમે તેના પિતાથી આના વિશે ફોસલાવીને પૂરી કોશિશ કરીશું.
(૬૨) અને પોતાના નોકરોથી કહ્યું કે[1] તેમનો માલ તેમના થેલાઓમાં મૂકી દો કે જ્યારે પાછા પોતાના પરિવારમાં જાય અને માલને ઓળખી લે, તો શક્ય છે કે તેઓ ફરી પાછા આવે.
(૬૩) જ્યારે તેઓ પાછા પોતાના પિતા પાસે ગયા તો કહેવા લાગ્યા, અમારાથી તો અનાજ રોકી લેવામાં આવ્યુ હવે તમે અમારા સાથે ભાઈને મોકલો કે અમે અનાજ ભરીને લાવીએ અમે તેની સુરક્ષાના જવાબદાર છીએ.
(૬૪) (યાકૂબે) કહ્યું, “શું હું આના વિશે તમારા ઉપર એવી જ રીતે વિશ્વાસ કરું જેવી રીતે આના પહેલા તેના ભાઈના વિશે વિશ્વાસ કર્યો હતો ? બસ, અલ્લાહ તઆલા સૌથી સારો સંરક્ષક છે અને તે દયા કરનારાઓમાં સૌથી વધારે દયાળુ છે.
(૬૫) અને જયારે તેમણે પોતાનો સામાન ખોલ્યો તો જોયું કે તેમનો માલ તેમને પાછો આપી દેવામાં આવ્યો છે, આ જોઈ કહેવા લાગ્યા “પિતાજી ! બીજુ આપણને શું જોઈએ ? આ અમારો માલ અમને પરત કરી દેવામાં આવ્યો છે અને અમે અમારા પરિવાર માટે અનાજ લઈ આવીશું અને અમારા ભાઈની રક્ષા પણ કરીશું અને એક ઊંટનું માપ વધારે લાવીશું, આ માપ તો ઘણું સરળ છે.[1]
(૬૬) (યાકૂબે) કહ્યું કે હું તો તેને કદાપિ તમારા સાથે નહિ મોકલુ જ્યાં સુધી તમે અલ્લાહને વચ્ચે રાખી મારાથી વાયદો ન કરો કે તમે તેને મારા પાસે પહોંચાડી દેશો સિવાય એના કે તમે બધા કેદી બનાવી લેવામાં આવો, જ્યારે તેમણે પાકો વાયદો કર્યો તો તેમણે કહ્યું કે, અમે જે કંઈ કહીએ છીએ અલ્લાહ તેનો સંરક્ષક છે.
(૬૭) અને (યાકૂબે) કહ્યું કે, “હે મારા પુત્રો ! તમે બધા એક દરવાજામાંથી દાખલ ન થતા, બલ્કે જુદા જુદા દરવાજાઓમાંથી અલગ-અલગ રીતે દાખલ થજો,[1] હું અલ્લાહ તરફથી આવેલ કોઈ વસ્તુને તમારા પરથી ટાળી શકતો નથી, હુકમ ફક્ત અલ્લાહનો જ ચાલે છે મારો પૂરો ભરોસો તેના ઉપર જ છે અને દરેક ભરોસો કરનારે તેના ઉપર જ ભરોસો કરવો જોઈએ.
(૬૮) અને જયારે તેઓ તે જ રસ્તાઓ ઉપર ગયા જેનો હુકમ તેમના પિતાએ આપ્યો હતો, કશું ન હતું કે અલ્લાહે જે વાત નિર્ધારિત કરી લીધી છે તે તેમને તેનાથી જરા પણ બચાવી લે, હાં, યાકૂબના દિલમાં એક વિચાર (આવ્યો) જે તેણે પૂરો કર્યો, બેશક તે અમારા શિખવેલા ઈલ્મનો જાણકાર હતો, પરંતુ વધારે પડતા લોકો જાણતા નથી. (ع-૮)