Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૭૨) અને કિતાબવાળાઓના એક જૂથે કહ્યું કે જે કંઈ પણ ઈમાનવાળાઓ પર ઉતારવામાં આવ્યું છે તેના પર દિવસ ચઢે તો ઈમાન લાઓ અને સાંજના સમયે ઈન્કાર કરી દો જેથી આ લોકો પણ ફરી જાય.
(૭૩) અને તમારા ધર્મ પર ચાલવાવાળાઓના સિવાય બીજા કોઈના ઉપર વિશ્વાસ ન કરો, તમે કહી દો, બેશક હિદાયત તો અલ્લાહની જ હિદાયત છે (અને એ પણ કહે છે કે આ વાત પર પણ યકીન ન કરો) કે કોઈને તેના જેવું આપવામાં આવે જેવું તમને આપવામાં આવ્યું, અથવા એ કે તમારાથી તમારા રબ પાસે ઝઘડો કરશે, તમે કહી દો કે ફઝલ (મહેરબાની) તો અલ્લાહ (તઆલા)ના હાથમાં છે, તે જેને ઈચ્છે તેને આપે, અલ્લાહ (તઆલા) ખૂબ મોટો અને જાણવાવાળો છે.
(૭૪) તે પોતાની રહમતથી જેને ઈચ્છે ખાસ કરી દે, અને અલ્લાહ (તઆલા) ખૂબજ મોટો ફઝલવાળો (મહેરબાની કરવાવાળો) છે.
(૭૫) અને કેટલાક કિતાબવાળાઓ એવા પણ છે કે તમે તેમને ખજાનાઓના અમાનતદાર બનાવી દો તો પણ તમને પરત કરી દેશે, અને તેમનામાંથી કેટલાક એવા પણ છે જો તમે તેમને એક દીનાર પણ અમાનત તરીકે આપો તો તમને પરત નહિં કરે, હા! એ વાત અલગ છે કે તમે તેમના માથા પર સવાર થઈ જાઓ, આ એટલા માટે કે તેઓએ કહી રાખ્યું છે કે અમારા પર આ અભણોના હકનો કોઈ ગુનોહ નથી, આ લોકો જાણવા છતા પણ અલ્લાહ પર જૂઠ બોલે છે.
(૭૬) કેમ નહિં (પકડ થશે) પરંતુ જે વ્યક્તિ પોતાનું વચન પૂરું કરે અને અલ્લાહ (તઆલા)થી ડરે, તો અલ્લાહ (તઆલા) પણ આવા ડરવાવાળાઓને પોતાનો દોસ્ત રાખે છે.[38]
(૭૭) બેશક જે અલ્લાહ (તઆલા) ના વચનો અને પોતાની કસમોને થોડી કિંમતમાં વેચી નાખે છે, તેમના માટે આખિરતમાં કોઈ હિસ્સો નથી, અલ્લાહ (તઆલા) નત તો તેમનાથી વાતચીત કરશે, ન કયામતના દિવસે તેમના તરફ જોશે, ન તેમને પવિત્ર કરશે અને તેમના માટે ઘણો મોટો અઝાબ છે.
(૭૮) જરૂર તેમનામાં એવો સમૂહ પણ છે જે કિતાબ વાંચતી વખતે પોતાની જીભને મરોડી લે છે, જેથી તમે તેને કિતાબનો જ લેખ સમજો, જો કે હકીકતમાં તે કિતાબમાંથી નથી અને તેઓ કહે પણ છે કે તે અલ્લાહ (તઆલા) ના તરફથી છે, જો કે હકીકતમાં તે અલ્લાહ (તઆલા) ના તરફથી નથી, તેઓ જાણી જોઈને અલ્લાહ (તઆલા) પર જૂઠ બોલે છે.[39]
(૭૯) કોઈ એવો મનુષ્ય જેને અલ્લાહ (તઆલા) કિતાબ, હિકમત અને નબૂવત પ્રદાન કરે, તે જાઈઝ નથી કે પછી પણ લોકોને કહે કે અલ્લાહ (તઆલા)ને છોડીને મારા બંદા બની જાવ. પરંતુ એ તો કહેશે કે તમે બધા રબ ના બની જાઓ,[40] તમને કિતાબ શિખવવા અને તમને પઢાવવાને કારણે.
(૮૦) અને તે તમને આ હુકમ નહિં આપે કે ફરિશ્તાઓ અથવા નબીઓને માઅબૂદ (ઉપાસ્ય) બનાવી લો, શું ફરમાબરદાર બન્યા પછી તમને નાફરમાન બની જવાનો હુકમ આપશે?