(૪૯) જ્યારે મુનાફિક (દંભી) લોકો કહી રહ્યા હતા અને તેઓ પણ જેમના દિલોમાં રોગ હતો[1] કે તેમને તો તેમના ધર્મએ ધોખામાં નાખી દીધા છે, અને જે કોઈ પણ અલ્લાહ ઉપર ભરોસો કરે તો અલ્લાહ (તઆલા) બેશક જબરદસ્ત અને હિકમતવાળો છે.
(૫૦) અને કાશ કે તમે જોતા જયારે ફરિશ્તાઓ કાફિરોનો જીવ કાઢે છે, તેમના મોઢાં અને કમર ઉપર માર મારે છે (અને કહે છે) તમે બળવાની સજા ભોગવો.[1]
(૫૧) આ તે કર્મોના કારણે જેને તમારા હાથોએ પહેલાથી જ મોકલી રાખ્યા છે, બેશક અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓ ઉપર જરા પણ જુલમ કરતો નથી.
(૫૨) ફિફેરઔનના અનુયાયીઓની હાલતની જેમ અને તેમના બાપ-દાદાઓના, કે તેમણે અલ્લાહની આયતો પર યકીન કર્યું નહિ, તો અલ્લાહે તેમના ગુનાહોના કારણે તેમને પકડી લીધા, અલ્લાહ (તઆલા) બેશક જબરદસ્ત અને સખત સજા આપવાવાળો છે.
(૫૩) આ એટલા માટે કે અલ્લાહ (તઆલા) એવો નથી કે કોઈ કોમ ઉપર કોઈ ને'મત (કૃપા) કરીને પછી બદલી નાખે, જ્યાં સુધી કે તેઓ પોતે પોતાની તે હાલતને ન બદલે, જે તેમની પોતાની હતી,[1] અને એ કે અલ્લાહ (તઆલા) બધું જ સાંભળનાર અને જાણનાર છે.
(૫૪) કિરઔનની સંતાન અને તેના પહેલાના લોકોના બરાબર કે તેમણે પોતાના રબની વાતોને જૂઠાડી તો અમે તેમના ગુનાહોના કારણે તેમને બરબાદ કરી દીધા અને ફિરઔનવાળાઓને ડૂબાડી દીધા અને આ બધા જાલિમ હતા.
(૫૫) તમામ માનવજાતિમાં સૌથી ખરાબ અલ્લાહના નજદીક તે લોકો છે જેઓ ઈન્કાર કરે પછી તેઓ ઈમાન ન લાવે.
(૫૬) જેમના સાથે તમે વચન લીધું, પછી પણ તેઓ પોતાનું વચન દરેક પ્રસંગે તોડે છે અને અલ્લાહથી સહેજ પણ ડરતા નથી.
(૫૭) એટલા માટે જ્યારે પણ તમે યુધ્ધમાં તેમના ઉપર પ્રભાવી થઈ જાઓ તો તેમને એવો માર મારો કે તેમના પાછળનાઓ પણ નાસી જાય,[1] કદાચ તેઓ શિખામણ પ્રાપ્ત કરી લે.
(૫૮) અને જો તમને કોઈ કોમ તરફથી વિશ્વાસઘાતનો ભય હોય તો બરાબરીની સ્થિતિમાં તેમની સંધિ તોડી નાખો,[1] અલ્લાહ વિશ્વાસઘાત કરનારાઓથી મોહબ્બત નથી કરતો. (ع-૭)