Surah At-Takathur
સૂરહ અત્-તકાસુર
સૂરહ અત્-તકાસુર
સૂરહ અત્-તકાસુર (૧૦૨)
પુષ્કળ
સૂરહ અત્-તકાસુર મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં આઠ (૮) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અધિક્તાની મોહબ્બતે તમને ગાફેલ કરી દીધા.
(૨) ત્યાં સુધી કે તમે કબ્રસ્તાન પહોંચી જાઓ છો.[1]
(૩) કદાપિ નહીં, (પણ) તમે જલ્દી જાણી લેશો.
(૪) ફરીથી કદાપિ નહીં, તમે જલ્દીથી જાણી લેશો.
(૫) કદાપિ નહીં, જો તમે ચોક્કસ રૂપે જાણી લો.
(૬) તો બેશક તમે જહન્નમને જોઈ લેશો.
(૭) તો તમે તેને વિશ્વાસના સાથે જોઈ લેશો.
(૮) પછી તે દિવસે તમને જરૂર-જરૂર દુનિયાની નેઅમતો (ઉપહારો) વિશે સવાલ થશે.[2] (ع-૧)