Surah Al-Ma'idha

સૂરહ અલ માઈદહ

રૂકૂઅ : ૯

આયત ૫૭ થી ૬૬


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوا الَّذِیْنَ اتَّخَذُوْا دِیْنَكُمْ هُزُوًا وَّ لَعِبًا مِّنَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلِكُمْ وَ الْكُفَّارَ اَوْلِیَآءَ ۚ وَ اتَّقُوا اللّٰهَ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ (57)

(૫૭) મુસલમાનો! તે લોકોને દોસ્ત ન બનાવો જેમણે તમારા ધર્મને ખેલ-તમાશો બનાવી દીધો છે, (ભલે) તેઓ તેમનામાંથી હોય જેમને તમારાથી પહેલા કિતાબ આપવામાં આવી અથવા કાફિર હોય, જો તમે ઈમાનવાળા છો તો અલ્લાહથી ડરતા રહો.


وَ اِذَا نَادَیْتُمْ اِلَى الصَّلٰوةِ اتَّخَذُوْهَا هُزُوًا وَّ لَعِبًا ؕ ذٰلِكَ بِاَنَّهُمْ قَوْمٌ لَّا یَعْقِلُوْنَ (58)

(૫૮) અને જયારે તમે નમાઝ માટે પોકારો છો, તો તેઓ તેને હંસી-ખેલ ગણી લે છે, આ એટલા માટે કે તેઓ અકલ ધરાવતા નથી.


قُلْ یٰۤاَهْلَ الْكِتٰبِ هَلْ تَنْقِمُوْنَ مِنَّاۤ اِلَّاۤ اَنْ اٰمَنَّا بِاللّٰهِ وَ مَاۤ اُنْزِلَ اِلَیْنَا وَ مَاۤ اُنْزِلَ مِنْ قَبْلُ ۙ وَ اَنَّ اَكْثَرَكُمْ فٰسِقُوْنَ (59)

(૫૯) તમે કહી દો, “હે યહૂદિઓ અને ઈસાઈઓ! તમે અમારાથી ફક્ત એટલા માટે દુશ્મની રાખો છો કે અમે અલ્લાહ (તઆલા) ૫૨ અને જે કંઈ અમારા તરફ ઉતારવામાં આવ્યું અને જે કંઈ આના પહેલા ઉતારવામાં આવ્યું છે તેના પર ઈમાન લાવ્યા," અને એટલા માટે પણ કે તમારામાં વધારે પડતા ફાસિક છે.


قُلْ هَلْ اُنَبِّئُكُمْ بِشَرٍّ مِّنْ ذٰلِكَ مَثُوْبَةً عِنْدَ اللّٰهِ ؕ مَنْ لَّعَنَهُ اللّٰهُ وَ غَضِبَ عَلَیْهِ وَ جَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَ الْخَنَازِیْرَ وَ عَبَدَ الطَّاغُوْتَ ؕ اُولٰٓئِكَ شَرٌّ مَّكَانًا وَّ اَضَلُّ عَنْ سَوَآءِ السَّبِیْلِ (60)

(૬૦) કહી દો કે શું હું તમને બતાવુ કે આનાથી પણ વધારે ખરાબ બદલો મેળવનારા અલ્લાહ (તઆલા)ની નજદીક કોણ છે? તેઓ જેમના પર અલ્લાહ (તઆલા)એ લા’નત કરી હોય, અને જેમના પર તેનો પ્રકોપ થયો હોય, અને જેમનામાંથી કેટલાકને વાંદરા અને સૂવ્વર બનાવી દીધા, અને જેમણે જૂઠા મા’બૂદોની બંદગી કરી, તેઓ ખરાબ દરજજાવાળા છે અને તેઓ જ સાચા રસ્તાથી ઘણા વધારે ભટકેલા છે.


وَ اِذَا جَآءُوْكُمْ قَالُوْۤا اٰمَنَّا وَ قَدْ دَّخَلُوْا بِالْكُفْرِ وَ هُمْ قَدْ خَرَجُوْا بِهٖ ؕ وَ اللّٰهُ اَعْلَمُ بِمَا كَانُوْا یَكْتُمُوْنَ (61)

(૬૧) અને જયારે તેઓ તમારા પાસે આવે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા, ભલે તેઓ કુફ્ર લઈને આવ્યા હતા અને તે જ કુફ્ર સાથે ગયા પણ, અને જે કંઈ તેઓ છૂપાવી રહ્યા છે તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે.


وَ تَرٰى كَثِیْرًا مِّنْهُمْ یُسَارِعُوْنَ فِی الْاِثْمِ وَ الْعُدْوَانِ وَ اَكْلِهِمُ السُّحْتَ ؕ لَبِئْسَ مَا كَانُوْا یَعْمَلُوْنَ (62)

(૬૨) અને તમે જોશો કે તેમનામાંથી ઘણા ગુનાહના કામોની તરફ, જુલમ અને સરકશી તરફ અને હરામ માલ ખાવાની તરફ લપકી રહ્યા છે, જે કંઈ તેઓ કરી રહ્યા છે તે ઘણા ખરાબ કૃત્યો છે.


لَوْ لَا یَنْهٰىهُمُ الرَّبّٰنِیُّوْنَ وَ الْاَحْبَارُ عَنْ قَوْلِهِمُ الْاِثْمَ وَ اَكْلِهِمُ السُّحْتَ ؕ لَبِئْسَ مَا كَانُوْا یَصْنَعُوْنَ (63)

(૬૩) તેમને તેમના વિદ્વાનો અને ધાર્મિક વડાઓ તેમને જૂઠ બોલવા અને હરામ ખાવાથી કેમ નથી રોકતા ? બેશક આ ખરાબ કામો છે જેને તેઓ કરી રહ્યા છે.


وَ قَالَتِ الْیَهُوْدُ یَدُ اللّٰهِ مَغْلُوْلَةٌ ؕ غُلَّتْ اَیْدِیْهِمْ وَ لُعِنُوْا بِمَا قَالُوْا ۘ بَلْ یَدٰهُ مَبْسُوْطَتٰنِ ۙ یُنْفِقُ كَیْفَ یَشَآءُ ؕ وَ لَیَزِیْدَنَّ كَثِیْرًا مِّنْهُمْ مَّاۤ اُنْزِلَ اِلَیْكَ مِنْ رَّبِّكَ طُغْیَانًا وَّ كُفْرًا ؕ وَ اَلْقَیْنَا بَیْنَهُمُ الْعَدَاوَةَ وَ الْبَغْضَآءَ اِلٰى یَوْمِ الْقِیٰمَةِ ؕ كُلَّمَاۤ اَوْقَدُوْا نَارًا لِّلْحَرْبِ اَطْفَاَهَا اللّٰهُ ۙ وَ یَسْعَوْنَ فِی الْاَرْضِ فَسَادًا ؕ وَ اللّٰهُ لَا یُحِبُّ الْمُفْسِدِیْنَ (64)

(૬૪) અને યહૂદિઓએ કહ્યું કે અલ્લાહ (તઆલા)ના હાથ બંધાયેલા છે, તેમના જ હાથ બંધાયેલા છે, અને તેમના આ વિધાનને કારણે તેમના ૫૨ લા'નત કરવામાં આવી, બલકે અલ્લાહ (તઆલા)ના બંને હાથ ખુલ્લા છે, જેવી રીતે ઈચ્છે ખર્ચ કરે છે અને જે કંઈ તમારી તરફ તમારા રબ તરફથી ઉતારવામાં આવે છે તે તેમનામાં વધારે પડતા ને સરકશી અને કુફ્રમાં વધારી દે છે, અને અમે તેમનામાં પરસ્પર ક્યામત સુધી દુશ્મની અને ઈર્ષા નાખી દીધી છે, તેઓ જ્યારે પણ યુદ્ધની આગને ભડકાવવા ચાહે છે અલ્લાહ (તઆલા) તેને ઓલવી નાખે છે, તેઓ ધરતીમાં ડર અને ફસાદ મચાવતા ફરે છે અને અલ્લાહ (તઆલા) ફસાદિયોથી મોહબ્બત નથી કરતો.


وَ لَوْ اَنَّ اَهْلَ الْكِتٰبِ اٰمَنُوْا وَ اتَّقَوْا لَكَفَّرْنَا عَنْهُمْ سَیِّاٰتِهِمْ وَ لَاَدْخَلْنٰهُمْ جَنّٰتِ النَّعِیْمِ (53)

(૬૫) અને જો આ કિતાબવાળાઓ ઈમાન લાવતા અને અલ્લાહથી ડરતા, તો અમે તેમની બધી બૂરાઈઓ મીટાવિ દેતા અને તેઓને જરૂર નેઅમતોથી ભરપુર જન્નતમાં લઈ જતા.


وَ لَوْ اَنَّهُمْ اَقَامُوا التَّوْرٰىةَ وَ الْاِنْجِیْلَ وَ مَاۤ اُنْزِلَ اِلَیْهِمْ مِّنْ رَّبِّهِمْ لَاَكَلُوْا مِنْ فَوْقِهِمْ وَ مِنْ تَحْتِ اَرْجُلِهِمْ ؕ مِنْهُمْ اُمَّةٌ مُّقْتَصِدَةٌ ؕ وَ كَثِیْرٌ مِّنْهُمْ سَآءَ مَا یَعْمَلُوْنَ ۧ (66)

(૬૬) જો તેઓ તૌરાત અને ઈન્જીલ અને તે ધર્મશાસ્ત્રોની પાબંદી કરતા જે તેમના તરફ તેમના રબ તરફથી ઉતારવામાં આવ્યા તો પોતાના ઉપરથી અને પગની નીચેથી ખાતા, તેમનામાં એક ગિરોહ તો વચ્ચેનો (સીધા રસ્તા પરનો) છે અને મોટાભાગના લોકો બૂરા કામ કરી રહ્યા છે. (ع-)